________________
દિ, કૃ] છાંડી તાકે પારિજી,
[૨૪૯, ઉપર પડે. આ બધું જોઈ બાળકો કરુણ સ્વરે રેવા લાગ્યા. દઢપ્રહારી ઢીલ થઈ ગયે. નગર બહાર મુનિને જેઈ ચાર હત્યાના પાપનું પ્રાયશ્ચિત માંગ્યું. મુનિએ દીક્ષા આપી. પિતે ત્યાં જ રહ્યા. લોકોએ છ માસ સુધી તિરસ્કાર કર્યો. છતાં મુનિ સમતાભાવે સહન કરી ચિત્તને સ્થિર રાખી પોતાનું કલ્યાણ કર્યું. પચ્ચખાણથી લાભ જાણવો.
કહ્યું છે કે- પચ્ચક્ખાણ કરવાથી આશ્રવને ઉચ્છેદ થાય છે. આશ્રવના ઉછેદથી તૃષ્ણાને ઉચ્છેદ થાય છે. તૃષ્ણાના ઉછેદથી માણસોને ઘણે ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચખાણ શુદ્ધ થાય છે. શુદધ પચ્ચખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કર્મને ક્ષય થાય છે. કર્મના ક્ષયથી ક્ષપકશ્રેણિને પ્રારંભ થાય છે અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયાથી સદાય સુખનું દાતાર એવું મોક્ષ મળે છે. પશ્ચ
ખાણ કર્યા પછી ચતુર્વિધ સંઘને યથાયોગ્ય વંદન કરવું. ગુરુનું બહુમાન કરવું, ગુરુ પાસે કેમ બેસવું ?
જિનમંદિર આદિ સ્થળે ગુરૂનું આગમન થાય તે તેમને સારી પેઠે આદરસત્કાર સાચવવે અને વળી ગુરૂને જોતાં જ ઊભા થવું. સામા આવતા હોય તે સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજલિ કરવી. પોતે આસન આપવું. ગુરુ આસને બેઠા પછી ગુરુને ભક્તિથી વંદના કરવી. ગુરુની સેવાપૂજા કરવી, અને ગુરુ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરુનો આદરસત્કાર જાણ. તેમજ ગુરુની બે બાજુએ મુખ આગળ અથવા પૂઠે પણું