________________
દિ, કૃ] નિશ્ચય નાંવ પામી શકે છે, રિ૩૧
આમ કબૂલ કરેલું દેવાધિદ્રવ્ય ક્ષણમાત્ર પણ ઘરમાં ન રાખવું. વિવેકી પુરુષે બીજા કેઈનું દેવું હેય. તે પણ વ્યવહાર સાચવવાને અર્થે આપવાને વિલંબ નથી લગાડતા, તે પછી દેવાદિતવ્ય આપવાને વિલંબ શી રીતે લગાડાય? તે કારણ માટે દેવ, જ્ઞાન, સાધારણ આદિ ખાતામાં, માલ, પહેરામણ વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય, તેટલું દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભેગવાય ? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલું વ્યાજ આદિ પણ શી રીતે લેવાય? કારણ કે, તેમ કરે તે ઉપર કહેલે દેવાદિ દ્રવ્યપભેગને દેષ લાગે.
માટે દેવાદિકનું દ્રવ્ય તત્કાળ આપવાનું ન બની શકે, તેણે પ્રથમથી જ પખવાડીયાની અઠવાડિયાની મુદત બાંધવી, અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પિતેજ આપી દેવું. મુદત વીતી જાય તો દેવાધિદ્રવ્યપ-- ભેગને દોષ લાગે. દેવદ્રવ્યાદિકની ઉઘરાણી પણ તે કામ કરનાર લેકે એ પોતાના પૈસાની ઉઘરાણીની માફક તાબડતેબ અને બરાબર મન દઈ કરવી તેમ ન કરે અને આળસ કરે તે વખતે દુર્દેવના યોગથી દુભિક્ષ, દેશને નાશ, દારિદ્રયપ્રાપ્તિ ઈત્યાદિક થાય, તે પછી ગમે તેટલું કરે તેપણું ઉઘરાણી ન થાય અને તેથી મોટો દોષ લાગે આ અંગે દ્રષ્ટાંત છે. ૬. ૨૯ દેવદ્રવ્યસંભાલનારને પ્રમાદથી થતાં દેષ
મહેંદ્ર નામના નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચોખા, ફળ, નિવેદ્ય, દી, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના મંદિરનું સમારવું,