________________
દિ કુ. નિશ્ચય નય અવલંબતાજી, [૧૫ તેમ કાંઈ પ્રતિજ્ઞા પણ ભંગ થતી નથી. આગમમાં પણ એમ જ કહેવું છે કે
પ્રશ્નઃ દેરાસરના કામને માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં ખેતર, સુવર્ણ, ચાંદી, ગામ, ગરાસ, ગાય, બળદ, વિગેરે દેરાસરના નિમિત્ત ઉપજાવનાર સાધુને ત્રિકરણાગની શુદ્ધિ કયાંથી હોય? ઉત્તરઃ ઉપર લખેલાં કારણ જે પોતે કરે એટલે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પોતે યાચના કરે તે તેને ચારિત્રની શુદ્ધિ ન કહેવાય; પણ તે ચૈત્યસંબંધી કઈ વસ્તુની કે ચોરી કરે, તે ખાઈ જાય, કે લઈ લેતે હેય તે તેને ઉપેક્ષે તે ત્રિકરણ વિશુદ્ધિ ન કહેવાય; છતી શકિતયે જે ન નિવારે તે અભક્તિ ગણાય છે, માટે જે દેવદ્રવ્યને કેઈ વિનાશ કરતો હોય તે તેને સાધુ અવશ્ય અટકાવે; ન નિવારે તે દેષ લાગે છે. દેવદ્રવ્યના ભક્ષણ કરનાર પાસેથી દ્રવ્ય પાછું લેવાના કાર્યમાં કદાપી સર્વ સંઘનું કામ પડે તે સાધુ અને શ્રાવકે પણ તે કાર્યમાં લાગીને (તે કાર્ય ) પાર પાડવું, પણ ઉવેખવું નહીં. વળી બીજા ગ્રંથોમાં પણ કહેવું છે કે – - દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ભક્ષણ કરનારને ઉવેખે તથા પ્રજ્ઞા-હીનપણથી, દેવદ્રવ્યને ઉપયોગ કરે તે પણ પાપકર્મથી લેવાય છે. પ્રજ્ઞાહીનપણું એટલે દેવદ્રવ્ય કઈક અંગ-ઉધાર આપે, શેડા મૂલ્યવાળા દાગીના રાખી વધારે દેવદ્રવ્ય આપે, આ પુરૂષ પાસેથી દેવદ્રવ્ય પાછું અમુક કારણથી વસુલ કરાવી શકીશું એ વિચાર કર્યા વિનાજ આપે. આ કારણથી દેવદ્રવ્યને છેવટ વિનાશ થાય, તે