________________
૨૧૪] કારણ વિણ નવિ કાજ સો. (૫૩) [શ્રા. વિ. અનંતસંસારી થાય છે. બે બે ભેદની કલ્પના બતાવે છે. દેવદ્રવ્ય અને કાષ્ઠ, પાષાણુ, ઈટ, નળીયાં વિગેરે જે હોય તેને વિનાશ, તેને પણ બે ભેદ છે, એક એગ્ય અને બીજે અતીતભાવ. એગ્ય તે નવાં લાવેલાં અને અતીતભાવ તે દેરાસરમાં લગાડેલાં. તેના પણ મૂળ અને ઉત્તર નામના બે ભેદ છે. મૂળ તે થંભ, કુંભી વિગેરે, ઉત્તર તે છાજ, નળીયા વિગેરે, તેના પણ સ્વપક્ષ અને પરપક્ષ નામના બે ભેદ છે. સ્વપક્ષ તે શ્રાવકાદિકે કરેલે નિવાશ, અને પરપક્ષ તે મિથ્યાત્વી વિગેરે લેકેએ કરેલે વિનાશ. ઈત્યાદિ. ગાથામાં “અપિ” શબ્દથી શ્રાવક પણ જાણવા એટલે શ્રાવક કે સાધુ જે દેવદ્રવ્યને વિનાશ થતે ઉવેખે તે અનંતસંસારી થાય છે.
પ્રશ્ન : મન, વચન, કાયાથી સાવધ કરવા, કરાવવા, અનુમોદવાને પણ જેને ત્યાગ છે એવા સાધુઓએ દેવદ્રવ્યની રક્ષા શા માટે કરવી જોઈએ?
ઉત્તરઃ સાધુ જે કેઈક રાજા, દીવાન, શેઠ પ્રમુખની પાસેથી યાચના કરી ઘર, હાટ, ગામ, ગરાસ લઈ તેના દ્રવ્યથી જે નવું દેરાસર બંધાવે, તે દેષ લાગે, પણ કેઈક ભકિક છે એ ધર્મના માટે પહેલાં આપેલું જિન દ્રવ્યનું અથવા બીજા કોઈ ચેત્યદ્રવ્યનું સાધુ રક્ષણ કરે તે તેમાં કાંઈ દોષ નથી પરંતુ ચારિત્રની પુષ્ટિ છે, કારણ કે, જિનાજ્ઞાનું પાલન થાય છે. દેરાસર નવીન ન કરાવે પણ પૂર્વે કરાવેલાને કે દેરાસર દ્વેષીને તેને શિક્ષા આપીને પણ બચાવ કરે તેમાં કાંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.