________________
૨૧૦] ભગી જિન સીમંધર સુણે વાત (પર) [શ્રા. વિ.. ઘરણું નાખવું, સંગ્રામ કરે, રૂદન કરવું, વિકથા કરવી, જનાવર બાંધવા, રાંધવું, ભોજન કરવું, ઘરની કોઈપણ ક્રિયા કરવી, ગાળ દેવી, વિદું કરવું, વ્યાપાર કરે. | સર્વે આશાતના હંમેશાં વિષયાસક્ત અને અવિરતિ દેવતા પણ સર્વથા વજે છે. કહેવું છે કે “વિષયરૂપ વિષથી મુંઝાયેલા દેવે પણ દેવાલયમાં કોઈ પણ વખતે અસરાઓની સાથે હાસ્ય-વિનેદરૂપ પણ આશાતના થવાના ભયથી કરતા નથી.” ગુરૂની તેત્રીશ આશાતના–૧ ગુરૂની આગળ ચાલે તે. માર્ગ દેખાડવા વિગેરે કઈ કામ વિના ગુરૂની આગળ ચાલવાથી અવિનયને દોષ લાગે છે. જે ગુરૂના બે (પાસ) પડખે બરાબર ચાલે તે અવિનય જ ગણાય. ૩ ગુરૂની નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરેના પરમાણુઓ ગુરૂને લાગવાથી. ૪ ગુરૂને પીઠ કરી બેસે. ૫ ગુરૂને બે પડખે બરોબર બેસે. ૬ ગુરૂની પાછળ નજીક બેસવાથી શુંક વિ. ઉડે તેથી. ગુરૂની આગળ ઊભા રહે તે દર્શન કરનારને અડચણ. ૮ ગુરૂની બે બાજુમાં ઊભા રહેવાથી સમાસન થાય. * ગુરૂની પાછળ ઊભા રહેવાથી થુંક, બળ લાગવાને સંભવ. ૧° આહારપાણ કરતાં ગુરૂથી પહેલાં વાપરે. ૧૧ ગુરૂથી પહેલાં ગમનાગમનની લેયણા કરે. ૧૨ રાતે સૂતા પછી ગુરૂ બોલે કે, કોઈ જાગે છે? જાગતે હોય પણ ઉત્તર ન આપે. ૧૩ ગુરૂ કાંઈક કહેતા હોય તે પહેલાં પોતે બેલી ઊઠે. ૧૪ આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને કહી પછી ગુરૂને કહે. ૧૫ આહાર–પાણી