________________
ભો અનુભવ યોગ; [ પે | મુનિરાજની એવી વાણી સાંભળી તથા બાળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લેકે નિયમ સહિત ધર્મને સ્વીકાર કરવામાં અગ્રેસર થયા. “પુત્રને પ્રતિબંધ કરવાને અર્થે વિહાર કરૂં છું.” એમ કહી તે મુનિરાજ ગરૂડની પેઠે ઊડી વૈતાઢય પર્વતે ગયા. જગતને આશ્ચર્યકારી પિતાની રૂપ–સંપત્તિથી કામદેવને પણ લજાવનાર એ જાતિસ્મરણ પામેલે ધર્મદત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની પેઠે પાળતે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યાં. તેના સર્વોત્કૃષ્ટ શરીરની વૃદ્ધિ થતી હૈવાથી તેના રૂપ, લાવણ્ય પ્રમુખ લેંકેત્તર સંદ્ગુણ જણે માંહોમાંહે સ્પર્ધાથી જ વધતા હોય તેમ પ્રતિદિન વધેવા લાગ્યા.
તે ધર્મદત્તના સંદ્ગુણેને ધર્મ કરવાથી વિશેષ શોભા આવી, કારણ કે, એણે ત્રણ વર્ષની ઉંમરેજ “જિનેશ્વર ભગવંતની પૂજા કર્યા વગર જમવું નહીં” એ અભિગ્રહ લીધે. નિપુણ ધર્મદત્તને લખવું, ભણાવવું, આદિ બહોતેર કળાઓ જાણે પૂર્વે લખેલી ભણેલીજ હાયની! તેમ સહજમાત્ર લીધાથીજ શીધ્ર આવડી ગઈ, પુણ્યને મહિમા ઘણો ચમત્કારી છે! પછી ધર્મદત્ત “પુણ્યાનુબંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે.” એમ વિચારી સંગર પાસેથી પોતે સારા શ્રાવકધર્મને સ્વીકાર કર્યો.
ધર્મકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભકૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડયું. અનુક્રમે મધ્યમ વય પામ્યું. ત્યારે જાડી શેલડીની પેઠે તેનામાં લેકોત્તર મીઠાશ