________________
દિ, કુ] જેમ છત્રવિણ કાયા,
[૧૯૧ જેમ સ્વર્ગમાં ઈંદ્ર છે, તેમ વૈતાઢય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભ નગરમાં ચિત્રગતિ નામે વિદ્યાધરને રાજા થશે. મંત્રીને જીવ દેવકથી અવીને ચિત્રગતિ વિદ્યાધરને પુત્ર થયો. તેની ઉપર માતાપિતા ઘણી જ પ્રીતિ કરવા લાગ્યાં. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ યૌવન અવસ્થામાં આવી એક વખતે રાજયના લેભથી પોતાના બાપને મારી નાખવા માટે દઢ અને ગુપ્ત વિચાર કર્યો, લેભાંધ થઈ પિતાનું અનિષ્ટ કરવા ધારનાર એવા પુત્રને ધિક્કાર થાઓ! સારા વગથી નેત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો.
એકાએક ઘણે ભય આવવાથી ચિત્રગતિ તે જ સમયે ઉજજવલ વૈરાગ્ય પામે અને વિચાર કરવા લાગ્યો કે, હાય હાય! હવે હું શું કરું? કોને શરણે જાઉં? કોને શું કહું? પૂર્વભવે પુણ્ય ઉપાર્યું નહી, તેથી પિતાના પુત્રથી જ હારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાનો પ્રસંગ આવ્યા, તે હજી પણ હું ચેતી જઉ” - એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તે જ વખતે પંચમુષ્ટિ :લેચ કર્યો, દેવતાઓએ આવી સાધુને વેષ આપે. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યા. પછી પશ્ચાત્તાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણું વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની પેઠે અપ્રતિબદ્ધ