________________
૧૯૦] લોકવણ જેમ નગરમેદની, [શ્રા. વિ. ળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શેભે તેમ શેભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણુંજ આનંદ ઉત્પન્ન થયે. અને શુભ ભાવના ભાવવા લાગ્યું.
એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં કુલ વેચવા આવી. ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જેવામાં આવ્યું. તે શુભ કર્મની અનુમોદના કરી તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજ હેયની? એવું એક એક ઉત્કૃષ્ટ કુલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીક જ છે. શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કેઈને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઇત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને થાય છે. પછી પિતાને ધન્ય માનતે ધન્ય અને તે ચારે કન્યાઓ પોતપોતાને ઘેર ગયાં. તે દિવસથી ધન્ય ભગવાનને પ્રાયઃ દરરોજ વદના કરવા આવે, અને એવી ભાવના ભાવે કે “રાંક પશુની પેઠે અહોરાત્ર પરતંત્રતામાં રહેવાથી દરરોજ ભગવાનને વાદવાને નિયમ પણ લેવાતું નથી, એવા મને ધિક્કાર થાઓ.” કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેણી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મ આદર્યો, અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલેકે ગયા.
ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવલેકે મહર્તિક દેવતા થયે અને તે ચારે માળીની કન્યાઓ તેની મિત્રદેવતા થઈ. કૃપ રાજાને જીવ દેવલોકથી સ્વીય