________________
૧૮૮] નિજદયા વિણ કહો પરયા, [શ્રા. વિ.
મા જતાં ફૂલ ઉતારીને જતી માળીની ચાર કન્યા મળી કન્યાઓએ કમળના ગુણ જાણે ધન્યને કહ્યું કે, “હે ભદ્ર! આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરુષને માટે છે, માટે એને ઉપયોગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહિ ધન્ય કહ્યું. આ કમળને ઉત્તમ પુરુષને વિષે જ મુકુટ સમાન ઉપયોગ કરીશ.”
પછી ધજો વિચાર કર્યો કે, “સુમિત્ર જ સર્વે સજજનેમાં શ્રેષ્ઠ છે, અને તેથી જ તે હારે પૂજ્ય છે.” જેની આજીવિકા જે માણસથી ચાલતી હોય તેને તે માણસ કરતાં બીજો કેણુ વધુ સારે લાગે ? હવે, ભેળા સ્વભાવના ધન્ય એમ વિચારી, જેમ કેઈ દેવતાને ભેટશું આપવું હોય, તેમ સુમિત્રની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત કહી પેલું કમળ ભેટ ધર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે મહારા શેઠ વસુમિત્ર સર્વે લેકમાં ઉત્તમ હોવાથી તેમને જ આ ઉત્તમ વસ્તુ વાપરવા ગ્ય છે તેમના મહારા ઉપર એટલા બધા ઉપકાર છે કે, હું અહોનિશ તેમનું ‘દાસપણું કરું તે પણ તેમનાં ત્રણમાંથી મુક્ત ન થાઉં.” સુમિત્રે એમ કહ્યાથી ધન્ય તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું. ત્યારે વસુમિત્રે પણ કહ્યું કે આ લેકમાં હારાં સર્વ કાર્ય સફળ કરનારે એક ચિત્રમતિ મંત્રી જ સર્વમાં ઉત્તમ છે.” વસુમિત્રનાં એવાં વચનથી ધન્ય તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણું તરીકે આપ્યું. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે–“હારા કરતાં શ્રેષ્ઠ કૃપરાજા છે, કારણ કે તે પૃથ્વીને અને પ્રજાને અધિપતિ હોવાથી તેની દષ્ટિને પ્રભાવ પણ દૈવની પેઠે ઘણે અદ્ભુત છે તેની ફરદષ્ટિ