________________
૧૮૪] જેહ અવિક૯પ ઉપયોગમાં; [શ્રા. વિ.
હંસ આટલું કહી પારાની પેઠે ઝટ કયાંય ઊડી ગયે. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણી પુત્રની આશા ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તે ધર્મ, ગુરુ આદિ વસ્તુ ઉપર બહુ સ્થિર આસ્થા રહે છે. જીવને એ સ્વભાવ હોવાથી પ્રીતિમતી રાણીએ સદ્ગુરુ પાસેથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. સમ્યક્ત્વ ધારણ કરનારી અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણી અનુકમે સુલસા શ્રાવિકા જેવી થઈ. હંસની વાણીને એ કોઈ મેટો ચમત્કારી ગુણ જાણો. એક વખત રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે – “હજી પટ્ટરાણને એક પુત્ર થયા નથી, અને બીજી રાણીઓને તે સેંકડો પુત્ર છે. એમાં રાજ્યને વેગે પુત્ર કોણ હશે ?” - રાજા એવી ચિંતામાં છે, એટલામાં રાત્રે સ્વપ્નમાં જાણે સાક્ષાતજ હેયની ! એવા કઈ દિવ્ય પુરૂષે આવી રાજાને કહ્યું. “હે રાજન પિતાના રાજ્યને વેગે પુત્રની તું ફોકટ ચિંતા ન કર. દુનિયામાં કલ્પવૃક્ષ સમાન ફળદાયક એવા એક જિનધર્મની જ વિધિપૂર્વક તું આરાધના કર, તેથી આ–લેક, પરલોકમાં હારી ઈષ્ટસિદ્ધિ થશે.” એવું સ્વપ્ન જેવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાથી જિનધર્મની આરાધના કરવા લાગે. એવું સ્વપ્ન જોયા પછી કોણ આળસમાં રહે? પછી કોઈ ઉત્તમ જીવ હંસ જેમ સરોવરમાં અવતરે છે, તેમ પ્રથમ અરિહતની પ્રતિમા સ્વપ્નમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વે લેક આનંદ,