________________
દિ. ફ] ફલે કર્મ બહુ ભાતિ; ૧૭પ ફળવાળી થાય નહિ. જેમ ચરી પાળનારને જ દવાથી આરામ થાય છે, તેમ સ્વીકાર રૂપ અને પરિવાર રૂપ એમ બે આજ્ઞાને રોગ થાય તેજ સંપૂર્ણ ફળસિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રસૂરિએ વીતરાગ તેત્રમાં કહ્યું છે કે હે વીતરાગ ! તમારી પૂજા કરવા કરતાં તમારી આજ્ઞા પાળવી બહુ લાભકારી છે. કારણ કે, આજ્ઞાની આરાધના કરી હોય તે શિવસુખ અને વિરાધના કરી હોય તે ભવની વૃદ્ધિ થાય છે. હે વીતરાગ! તમારી આજ્ઞા-હમેશાં ત્યજવાયેગ્ય વસ્તુના ત્યાગરૂપ અને આદરવા યોગ્ય વસ્તુના આદરરૂપ હોય છે. અર્થાત્ આશ્રવ સર્વથા છાંડવા ગ્ય છે, અને સંવર સર્વથા આદરવા .
પૂર્વાચાર્યોએ દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું ફળ કહ્યું છે. તે આ રીતે છે – દ્રવ્યસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે બારમા દેવલેકે જાય છે, અને ભાવસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે અંતર્મુહુર્તમાં નિર્વાણ પામે છે. દ્રવ્યસ્તવ કરવામાં જે કે કાંઈક પટકાય જીની ઉપમદનાદિક વિરાધના થાય છે, તે પણ કુવાને દૃષ્ટાંતે ગૃહસ્થ જીવનવાળાને તે (દ્રવ્યસ્તવ) કરે ઉચિત છે. કારણ કે, તેથી કરનાર જેનાર અને સાંભળનાર એ ત્રણેને અગણિત પુણ્યાનુબંધિ પુણ્યને લાભ થાય છે.” ૬. ૨૧ નવા ગામમાં લેકે એ કુ ખેદવા માંડે,કુવો ખોદતાં તરસ-થાક, અંગ-વસ્ત્ર મલિન થવું વિ. થાય પણ કુવામાંથી પાણું નીકળ્યા પછી તેમને અને બીજા લોકોને તે કુવાનું પાણી સ્નાન, પાન, અંગશુચિ, તરસ, થાક વિ. દૂર કરી સર્વ પ્રકારે