________________
૧૭૪ પર તણી આશ વિષ વેલડી, [કા. વિ. મનમાં ઘણે વૈરાગ્ય ઉત્પન્ન થયે તેઓ હંમેશાં તે તરીને ખાવા પીવા આપતી, અને સ્નેહથી કહેતી કે, “હા હા! ધર્મિષ્ઠ ! એવી તે કેમ ફેગટ આવે છેષ કર્યો છે, જેથી હારી આવી અવસ્થા થઈ. !” આ વચન સાંભળી તથા પિતાનું ચૈત્ય વગેરે જોઈ તેને (કુતરીને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સંવેગ પામી તેણે સિદ્ધાદિકની સાક્ષીએ પોતે કરેલા છેષ વગેરે અશુભ કર્મ આચ્યાં , અને અનશન કરી મરણ પામી વૈમાનિક દેવતા થઈ. શ્રેષ અદેખાઈનાં આવાં કડવાં ફળ છે ઇતિ. દ્રવ્યસ્તવ. ભાવસ્તવ એટલે – જિનેશ્વરની આજ્ઞા પાળવી એ ભાવસ્તવ જાણ. તે જિનાજ્ઞા સ્વીકાર રૂપ, અને પરિવાર રૂ૫ એવી રીતે બે પ્રકારની છે. તેમાં શુભકર્મનું સેવન કરવું તે સ્વીકાર રૂપ આજ્ઞા જાણવી. અને નિષિદ્ધને ત્યાગ કરે તે પરિહારરૂપ આજ્ઞા જાણવી. સ્વીકાર રૂપ આજ્ઞા કરતાં પરિહાર રૂપ આજ્ઞા શ્રેષ્ઠ છે. કારણ કે, નિષિદ્ધ એવા પ્રાણાતિપાત પ્રમુખ સેવન કરનાર મનુષ્ય ગમે તેટલું શુભકર્મ કરે, તે પણ તેથી તેને વિશેષ ગુણ થતું નથી. જેમ રેગી માણસના રોગની ચિકિત્સા ઔષધને સ્વીકાર અને અપથ્યને પરિહાર એ બે પ્રકાથી કરાય છે. રોગીને ઘણું સારૂં ઔષધ આપવા છતાં પણ તે જે પચ્ય (ચરી) પાળે નહિ, તે તેને રેગ મટતે નથી વળી કહ્યું છે કે – રગ દવા વગર ફકત ચરીથીજ મટે છે, પણ ચરી ન પાળે તેિ સેંકડો દવાથી પણ રોગ મટે નહિ”. એ રીતે જિનભગવાનની ભકિત પણ નિષિદ્ધ આચરણ કરનારને વિશેષ