________________
૧૪]
કહે સદ્ગુરૂ વાણી,
[શ્રા. વિ.
પૂજા કરવાને અવસરે અરિહંતની છદ્મસ્થ, કેવળી અને સિદ્ધ એ ત્રણ અવસ્થાની ભાવના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે—
પ્રતિમાના પરિકર ઉપર રચેલા જે હાથમાં કળશ લઈ ભગવાનને ન્હેવરાવનારા દેવતા તથા તે પરિકરમાં રચેલા જે ફૂલની માળા ધારણ કરનાર દેવતા, તેને મનમાં ચિંતવી ભગવાનની છદ્મસ્થ અવસ્થા ભાવવી. છદ્મસ્થ અવસ્થા ત્રણ પ્રકારની છે. ૧. જન્માવસ્થા. ૨. રાજ્યાવસ્થા અને ૩. શ્રામણ્યાવસ્થા તેમાં, પરિકરમાં રચેલા ન્હેવરાવનારા દેવતા ઉપરથી ભગવાનની જન્માવસ્થા ભાવવી. પરિકરમાં રચેલા માળાધારક દેવતા ઉપરથી ભગવાનની રાજ્યાવસ્થા ભાવવી, તથા ભગવાનનું મસ્તક તથા સુખ લેાચ કરેલું જોવાથી ભગવાનની શ્રામણાવસ્થા ભાવવી. પરિકરની રચનામાં પત્રવેલની રચના આવે છે, તે જોઈને અચેાકવૃક્ષ, માળાધારી દેવતા જોઈને પુષ્પવૃષ્ટિ અને ખન્ને ખાજુએ વીણા તથા વાંસળી હાથમાં ધારણ કરનાર દેવતા જોઈને દિવ્યધ્વનિની કલ્પના કરવી. ખાકીના ચામર, આસન આદિ પ્રાતિહા તા પ્રકટ જણાય એવા છે. એવા આઠ પ્રાતિહાય ઉપરથી ભગવાનની ફેવળીઅવસ્થા ભાવવી, અને પદ્માસને બેઠેલા અથવા કાઉસ્સગ્ગકરી ઉભારહેલા ભગવાનનું યાન કરી સિદ્ધૃસ્થાવસ્થા ભાવવી પ્રતિ ભાવપૂજા, બે-ત્રણ-ચાર-૫ ચ-અષ્ટ અને સર્વ પ્રકારી પૂજા.
બૃહદભાષ્યમાં કહ્યુ' છે કે પાંચપ્રકારી, અષ્ટપ્રકારી તથા વિશેષ ઋદ્ધિ હાય તા સવ પ્રકારી પણ પૂજા