________________
દિ ] પુદગલ ર્માદિક તણે, [૧૩૯ વારંવાર પ્રમાર્જના કરાવવી, ચુને ધોળાવ, રંગરોગાન કરાવવા, જિનેશ્વર ભગવંતના ચરિત્રો વિગેરેનાં વિચિત્ર ચિત્રામણ કરાવવાં. પૂજાનાં ઉપકરણે ઘણી ઘણી જાતિનાં સમારેલાં સ્વચ્છ રાખવાં. તેમજ પડદા, ચંદરવા, પુઠીયાં પ્રમુખ એવા બાંધવા કે જેથી વિશિષ્ટ શેભાની અધિકતા થાય. ઘરદેરાસર ઉપર પોતાનાં પહેરવાનાં છેતીયાં કે વાપરવાનાં વસ્ત્ર પ્રમુખ મૂકવાં નહીં. મોટા દેરાસરની પેઠે ઘર દેરાસરણ પણ ચોરાશી આશાતના ટાળવી જોઈએ.
પીત્તળ, પાષાણની પ્રતિમાઓના અભિષેક કીધા પછી એક અંગવું છથી લુહ્યા પછી (નિર્જળ કીધા પછી) પણ બીજી વાર કોમલ સ્વચ્છ અંગેલું છણાથી સર્વ પ્રતિમાને લુંછવાં, એમ કરતાં સર્વ પ્રતિમાઓ ઉજજવળ રહે. જે જગ્યાએ જરા માત્ર પણ પાણું રહી જાય તે પ્રતિમાને શ્યામતા લાગે છે, માટે સર્વથા નિર્જળ કરીને પછી જ કેસર ઘણું અને ચંદન ડુ એવા ચંદનથી વારંવાર પૂજા કરતાં પણ પ્રતિમાની અધિક ઉજજવળતા થાય છે.
વળી એમ ધારવું જ નહીં કે વીશિપટ્ટા અને પંચતીથી પ્રતિમાનાં સ્નાત્ર કરતાં સ્નાત્રજળને અરસપરસ સ્પર્શ થવાથી કાંઈ દોષ લાગે છે, કેમકે, જે એમ દોષ લાગતું હોય તે વીશ પટ્ટામાં કે પંચતીથમાં ઉપર-નીચેની પ્રતિમાઓને અભિષેક કરતાં એક બીજાના જળને જરૂર સ્પર્શ થાય જ છે. - રાયપાસેણુસૂત્રમાં સૂર્યદેવને અધિકાર છે, અને જીવાભિગમસૂત્ર તથા જંબૂઢીપપત્તિ સૂત્રમાં વિજયાપુરી