________________
દિ, કૃ] અધ્યાતમ વિણ જે ક્રિયા, [૧૩૧ કે પ્રકરણમાં કે ચરિત્રમાં કયાંય પણ એ આશય બતાવેલ નથી, તેમજ વૃદ્ધ પુરુષોને સંપ્રદાય પણ તે કઈ પણ ગચ્છમાં દેખાતો નથી. જે કઈ ગામમાં આવકને ઉપાય ન હોય, ત્યાં અક્ષત, બદામ, ફળાદિકથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી પ્રતિમાની પૂજા કરાવવાને પણ વિધિ છે. જે અક્ષતાદિક પણ નિર્માલ્ય સિદ્ધ થતા હોય તે તેનાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનપૂજા પણ કેમ થાય? માટે અમે આગળ લખી ગયા છીએ કે, જે વાપરવા ગ્ય ન રહ્યું તે જ નિર્માલ્ય કહેવું એજ યુક્તિયુક્ત લાગે છે.
કેમકે શાસ્ત્રમાં લખેલ જ છે કે “માળિ રઘ નિમ્પણું વિંતિ જયસ્થા,” એ પાઠ ઉપરથી દેખાય છે કે, જે વાપરવા એગ્ય ન ર તે નિર્માલ્ય. એ ઉપરાંત વિશેષ તત્ત્વ તે સર્વર જાણે.
કેસર, ચંદન, પુષ્પાદિક પૂજા પણ એવી રીતે જ કરવી કે જેથી ચક્ષુ, મુખ, પ્રમુખ આચ્છાદાન ન થાય અને શેભાની વૃદ્ધિ થાય. વળી દર્શન કરનારને અત્યંત આહૂલાદ થવાથી પુણ્યવૃદ્ધિનું કારણ બની શકે.
પૂજાના ત્રણ પ્રકાર-અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એમ ત્રણ પ્રકારની પૂજા કરવી. તેમાં પ્રથમથી નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાર્જના કરવી, પ્રભુના અંગ પખાળવાં, વાળાકુંચી કરવી, ત્યારપછી પૂજન કરવું, સ્નાત્ર કરતાં કુસુમાંજલી મૂકવી, પંચામૃત સ્નાત્ર કરવું, નિર્મળ જળધારા દેવી, ધૂપિત સ્વચ્છ મૃદુ ગંધ કાષાયિકાદિક વચ્ચે કરી અંગલુછણું કરવાં. કેસર, ચંદન, કપૂર, આદિથી મિશ્ર