________________
૧૩૦] એપ પહેલે અંગે જે આતમ. (૨) [શ્રા. વિ. આરોપણ કરાય છે, તેમજ આંગીની રચના કે પુષ્પાદિક પણ એક વાર ચડાવેલ હોય તે ઉપર ફરીથી બીજા ચડાવવા હોય તે પણ ચડાવાય છે. અને તે ચડાવતાં છતાં પણ પૂર્વનાં ચડાવેલાં પુષ્પાદિક નિર્માલ્ય ગણાતાં નથી. જે એમ ન હોય તે એકજ રેશમી વસ્ત્રથી એકસે આઠ જિનેશ્વર ભગવતની પ્રતિમાને અંગલુંછન કરનારા વિજયાદિક દેવતા જંબુદ્વીપપન્નત્તિમાં કેમ વર્ણન કરેલા હોય? - નિર્માલ્યનું લક્ષણ : જે કઈ વસ્તુ એક વાર ચડાવેલી શોભા રહિત થઈ જાય, અથવા ગંધરહિત અને કતિ રહિત થયેલી હય, દેખનારા ભવ્ય જીવોને આન દર લાયક ન થઈ શકતી હોય તેને નિર્માલ્ય ગણવી. એમ બહુશ્રત પૂર્વાચાર્યોએ સંધાચારની વૃત્તિમાં કહેલું છે. વળી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે કરેલા વિચારસાર પ્રકરણમાં તે એમ કહેલ છે કે –“દેવદ્રવ્યના બે ભેદ હોય છે. ૧ પૂજા માટે કલ્પેલું, ૨ નિર્માલ્ય થયેલું.
૧ જિનપૂજા કરવા માટે ચંદન, કેસર, પુષ્પ, પ્રમુખ દ્રવ્ય પૂજા માટે તૈયાર કીધેલું કપેલું કહેવાય છે, એટલે પૂજા માટે કપ્યા પછી બીજા ઉપયોગમાં વપરાય નહીં, યણ દેવની પૂજામાં ઉપયોગી છે, ૨ અક્ષત, ફળ (બદામ) નૈવેદ્ય, વસ્ત્રાદિક જે એક વાર પૂજાના ઉપગમાં આવી ગયું એ દ્રવ્યને સમુદાય તે પૂજા કીધા પછી નિર્માલ્યા ગણાય છે, અને તે દ્રવ્યને દેરાસરમાં ઉપયોગ થાય છે.
* અહિંયા પ્રભુ આગળ ચડાવેલા ચોખા, બદામ પણ નિર્માલ્ય થાય એમ કહ્યું, પણ બીજા કેઈપણ આગમમાં