________________
૧૮] ' કદ કરે સંજમાં ઘરો, શ્રિા. વિ. ' “તૈલમર્દન, જ્ઞાન અને ભેજન કર્યા પછી તથા આભૂષણ પહેરી રહ્યા પછી, યાત્રાના તથા સંગ્રામના અવસરે, વિદ્યાના આરંભમાં, ઉત્સવમાં, રાત્રિએ, સંધ્યા સમયે, કોઈ પર્વને દિવસે તથા (એક વાર હજામત કરાવ્યા પછી) નવમે દિવસે હજામત ન કરાવવી.” “પખવાડીયામાં એક વાર દાઢી, મૂછ, માથાના વાળ તથા નખ કઢાવવા, ઉત્તમ પુરૂષ પિતાના હાથથી પિતાના વાળ તથા પોતાના દાંતની અણીથી પિતાના નખ ન કાઢવા જોઈએ.” દેવપૂજાદિક પવિત્રકાર્યમાં શાસ્ત્રસંમત જળસનાન
જળસ્નાન એ શરીરને પવિત્ર કરી, સુખ ઉપજાવી અંતે ભાવશુદ્ધિનું કારણ થાય છે. શ્રીહરિભદ્રસૂરિએ બીજા અષ્ટકમાં કહ્યું છે કે- “પ્રાયે બીજા ત્રસ પ્રમુખ જીવને ઉપદ્રવ ન થાય તેમ શરીરની ચામડી વગેરે ભાગની ક્ષણમાત્ર શુદ્ધિને અર્થે જે પાણીથી હવાય છે, તેને દ્રવ્યસ્નાન કહે છે, સાવધ વ્યાપાર કરનારો ગૃહસ્થ આ દ્રવ્યસ્નાન યથાવિધિ કરીને દેવની તથા સાધૂની પૂજા કરે તે તેને એ સ્નાન પણ શુભ કરનારું છે. કારણકે, એ દ્રવ્યસ્નાન ભાવશુદ્ધિનું કારણ છે. અને દ્રવ્યસ્નાનથી ભાવ શુદ્ધિ થાય એ વાત અનુભવસિદધ છે. માટે દ્રવ્યસ્નાનમાં કાંઈક અષ્કાયાદિને વિરાધનાદિ દોષ છે, તે પણ બીજા સમક્તિ શુદ્ધિ વગેરે ઘણા ગુણ હોવાથી એ (દ્રવ્યસ્નાન) ગૃહસ્થને શુભકારી જાણવું.' વળી આગળ ત્યાં કહ્યું છે કે-“પૂજાને વિષે જીવહિંસા થાય છે. જીવહિંસા તે તે નિષિધ છે તે પણ જીનેશ્વર ભગવાનની પૂજા સમતિ શુધ્ધિનું કારણ