________________
દિ કૃ] જ્ઞાન પ્રકારે મોહ તિમિર હરે, [૧૩ ધર્મજાગરિકા
નવકારમંત્રના સ્મરણ પછી ધર્મ જાગરિકા કરવી. એટલે પાછલી રાત્રે પિતાના કર્તવ્યને વિચાર કરવો તે. તે આ પ્રમાણે—હું કોણ? મારી જાતિ કયી ? મારું કુળ કયું? મારા દેવ કોણ? ગુરૂ કયા? ધર્મ કે ? મેં ક્યા ક્યા નિયમ અને અભિગ્રહ કર્યા છે ? હું હાલ કેવી અવસ્થામાં વર્તુ છું ? મેં મારાં કર્તવ્ય કર્યા છે કે નહિ? મારા હાથે કઈ અગ્ય કાર્ય થયું છે કે નહિ? મારે તત્કાળ કરવા ગ્ય કાર્યમાં કાંઈ બાકી રહ્યાં છે કે નહિ? શક્તિ છતાં પ્રમાદને લઈને કરતે હોઉં એવું કેઈ કાર્ય છે કે નહિ? લેકમાં મારું સારું અને છેટું શું ગવાય છે? કે ગમે તે જોતા હોય પણ મારામાં સારું ખોટું શું છે? મને દુર્ગુણને નિશ્ચય થયા છતાં હું કયે દુર્ગુણ છેડતો નથી? આજે કયી તિથિ છે? અને તે તિથિએ કયા અરિહંત ભગવાનનું કયું કલ્યાણક છે? મહારે આજે શું કરવું જોઈએ ? વિગેરે વિચાર કરે તે ધર્મ જાગરિકા.
આ ધર્મજાગરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ રીતે ચાર પ્રકારે છે. પિતાના કુળ, ધર્મ વ્રત ઈત્યાદિનું ચિંતવન તે ભાવ ધર્મજાગરિકા. સદ્ગુરૂ આદિનું ચિંતવન તે દ્રવ્ય ધર્મજાગરિકા. હું કયા દેશમાં? કયા શહેરમાં? કયા ગામમાં અને કયે સ્થળે છું તે વિચારણું તે ક્ષેત્ર નાગરિકા. હાલ કેટલા વાગ્યા છે, પ્રભાતકાળ છે કે શાંત્રિ, અને રાત્રિ છે તે કેટલી બાકી છે તે વિચાર તે કાળજાગરિકા