________________
મૃગઘાતક ક્રિયા ભગવતીશ-૧. ઉ-૮.
(૧૩) દેવેની શરમ ગૌતમ : હે ભગવન ! મટી કદ્ધિવાળે દેવ મરણ સમયે શરમને લીધે કેટલા કાળ સુધી આહાર નથી કરતે ?
મહાવીર: હે ગૌતમ ! જ્યારે દેવ મરવાની તૈયારીમાં હોય છે, ત્યારે પિતે જયાં ઉત્પન્ન થવાનું છે તે ઠેકાણાને પુરુષ દ્વારા ભેગવાતા સ્ત્રીના ગર્ભાશયને જોઈને શરમાય છે. તથા તેને ઘણા આવે છે. કારણ કે પોતાની ઉત્પત્તિમાં ગંદકીરૂપ વીર્ય વગેરે કારણ છે, એમ તે જુએ છે. આમ, અરતિને લીધે ચેન ન પડવાથી તે દેવ આહાર નથી કરતે (દેવને આહાર એટલે તથાવિધ પુદ્ગલેને મનથી ગ્રહણ કરવા તે). પરંતુ પછી ભૂખથી થતી પીડા લાંબે કાળ સહન ન થવાથી આહાર કરે છે. પછી તેનું દેવ આયુષ્ય સર્વથા નષ્ટ થતાં તે ત્યાં ઉત્પન્ન થાય છે ત્યાંનું આયુષ્ય ભેગવે છે. તે આયુષ્ય મનુષ્યનું જાણવું. (મહાદ્ધિવાળે દેવ મરીને નારક કે દેવ કે તિર્યંચ થત નથી.) (ભ-શ. ૧. ઉ. ૭)
(૧૪) મૃગઘાતક આદિને લાગવાવાળી ક્રિયા
ભગવતી શ-૧. ઉ-૮ નો અધિકાર * ગૌતમહે ભગવન્! હરણેથી આજીવિકા ચલાવનાર હરણને શિકારી વન જંગલમાં મૃગના વધ માટે ખાડા અને જાળ રચે, તે તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ?
મહાવીરઃ હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ જાળને ધારણું કરે છે અને મૃગને બાંધતે નથી તથા મૃગને મારતો નથી ત્યાં સુધી તે પુરુષ કાયિકી, આધિકરણિકી (જાળ, વગેરે અધિકરણ-શસ્ત્રને પ્રયાગ કરવાને રૂપી) અને પ્રાષિકી (મનમાં પ્રષ ધારણ કરવારૂપી) એ ત્રણ ક્રિયાઓવાળે છે. જયાં સુધી તે પુરુષ તે જાળને ધરી રાખે છે અને મુને બાંધે છે પણ મૃગોને મારતે નથી ત્યાં સુધી તે કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી અને પરિતાપનિકી (પરિતાપ આપવારૂપી) એ