SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભવાસ ભગવતી શ-1. ઉ–છે. મહાવીર : દ્રવ્યેન્દ્રિ-સ્થૂલ ઇંદ્રિયેની અપેક્ષાએ ઇંદ્રિય વિનાને ઉત્પન્ન થાય અને ભાવ ઇંદ્રિય (ચૈતન્ય શક્તિ)ની અપેક્ષાએ ઇદ્રિયવાળે ઉત્પન્ન થાય. ગૌતમ? હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતે જીવ શરીરવાળે ઉત્પન્ન થાય કે શરીર વિનાને ઉત્પન્ન થાય ? મહાવીરઃ હે ગૌતમ ! ઔદારિક, વૈકિય અને આહારક એ ત્રણ સ્કૂલ શરીરની અપેક્ષાએ શરીર વિનાને ઉત્પન્ન થાય અને તૈજસ તથા કાર્માણ એ સૂક્ષ્મ શરીરેની અપેક્ષાએ શરીરવાળે ઉત્પન્ન થાય. - ગૌતમ: હે ભગવન ! જીવ ગર્ભમાં ઉત્પન્ન થતાંવેંત શું ખાય છે? મહાવીર: હે ગૌતમ! પરસ્પર એકઠું થયેલું માતાનું આર્તવ અને પિતાનું વીર્ય ખાય છે. ગૌતમહે ભગવન્! ગર્ભમાં ગયા બાદ જીવ શું ખાય છે? મહાવીર : હે ગૌતમ ! ગર્ભમાં ગયા બાદ જીવ માતાએ ખાધેલ અનેક પ્રકારના રસવિકારના એક ભાગ સાથે માતાના આર્તવને ખાય છે. ગૌતમ : હે ભગવન ! ગર્ભમાં ગયેલા જીવને વિષ્ટા હોય? મૂત્ર હેય? શ્લેષ્મ હોય? નાકને મેલ હોય? વમન અને પિત્ત હેય? મહાવીર : હે ગૌતમ ! ન હોય. કારણ કે ગર્ભમાં ગયા પછી જીવ જે આહારને ખાય છે તેને કાનપણે, ચામડીપણે, હાડકાપણે, મજજાપણે, વાળપણે, દાઢીપણે, વાટાપણે અને નખપણે પરિણુમાવે છે. માટે તેને વિષ્ટાદિક ન હોય. ગૌતમ: હે ભગવન્! ગર્ભમાં ગયેલે જીવ મેં વડે આહાર ખાય છે ? મહાવીર : ના, ગૌતમ ! કારણ કે ગર્ભમાં ગયેલે જીવ આખાં શરીર વડે આહાર કરે છે. ગર્ભને રસ પહોંચાડવામાં કારણભૂત અને
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy