________________
મા ભગવતી ઉપાય 35: આરાધક આદિની ગતિ વિષે પ્રશ્નો :
- ભગવતી સૂત્ર શ. ૧. ઉ. ૨, ૧. * અસંયતિ ભવ્યદ્રવ્યદેવ જઘન્યભવનપતિ, ઉત્કૃષ્ટનવયક સુધી જાય. ૨. આધક સાધુ જ પહેલા દેવલેક સુધી ઉ. સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી. ૩. વિરાધક સાધુ જ. ભવનપતિ ઉ. પહેલા દેવલેક સુધી જાય. ૪. આરાધક શ્રાવક જ. પહેલા દેલેક સુધી ઉ. બારમા દેવલેક સુધી જાય. પ.વિરાધક શ્રાવક જ. ભવનપતિ ઉ. પોતિષી સુધી જાય.
*
*
*
. કેક કઈ અહીં “અસંયત ભવ્યદ્રવ્ય દેવને અર્થ અસંયતિ સમ્યષ્ટિ કરે છે. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે આ સૂત્રમાં અસંયત ભવ્યદ્રવ્ય દેવની ઉત્પતિ ઉપરના નવગ્રેવેયક સુધી બતાવેલ છે. પરંતુ અસંયત સમ્યફદૃષ્ટિની તે શું વાત; દેશવિત શ્રાવક પણ બાર દેવકથી ઉપર નથી જઈ શકત. આવી અવસ્થામાં અર્સયત સમ્મદ્દષ્ટિ નવરૈવેયક સુધી કેમ જઈ શકે ? કોઈ અસંયત ભવ્યદ્રવ્ય દેવનો અર્થ “નિહવ’ કરે છે તે પણ યોગ્ય નથી. કારણ, નિન્દવને પાઠ આ સૂત્રમાં ભિન્ન આપેલ છે. માટે અહીં અસંયત ભવ્યદ્રવ્ય દેવનો અર્થ મિચ્છાપ્તિ લેવો જોઈએ, અસંયત ભવ્યદ્રવ્ય દેવ એ જ બની શકે છે કે, જે સાધુના ગુણેને ધાણ કરવાવાળો હેય. સાધુ સમાચારીનું પાલન કરવાવાળો હોય. પરંતુ જેમાં
આંતરિકે સાધુતા ન હોય, માત્ર દ્રવ્યલિંગ ધારણ કરવાવાળા હોય એવા ભવ્ય–અભવ્ય મિદષ્ટિ લેવા જોઈએ.
5. જ્યારે દેશવિરતિ શ્રાવક પણ બાર દેવકથી આગળ જતા નથી તે સમજવું જોઈએ કે નવરૈવેયકમાં જવા માટે તેથી પણ વધારે ક્રિયાની આવશ્યકતા છે. તે વિશેષ ક્રિયા શ્રાવકને તો છેજ નહિ. માટે સાધુતા બાહ્ય ગુણ હોઈ શકે છે. તે ક્રિયાના *પ્રભાવથી નવરૈવેયકમાં ઉત્પન્ન થઈ શકે છે. જો કે તે સાધુની સંપૂર્ણ ક્રિયાનું પાલન બાહ્ય રીતે કરે છે. પરંતુ પરિણામ રહિત હોવાને કારણે તે અસંયત છે. અર્થાત અસંયત ભવ્યદ્રવ્ય દેવનો અર્થ એ ફલિત થયો કે, બાહ્ય રીતે સાધુ વેશ અને સાધુ ૫રિચર્યાવંત હોવા છતાં પણ જે ચારિત્રના પરિણામ શૂન્ય (અત્યંતર રીતે અસંયતિ) ભવ્ય-અભવ્ય મિથાદષ્ટિ જીવ તથા “સ્વલિંગી દર્શન ભ્રષ્ટનો” અર્થ. નિહર થાય છે. તે વેશમાં હોય છે, અને દર્શનને વિરાધક હોય છે. સત્ય તત્ત્વને ગોપવે છે. તે કદાચ દેવગતિમાં વધારે ને વધારે સ્થાન મેળવે તે તે પણ બાહ્ય ક્રિયાના પ્રભાવે નવ ગ્રેવેયક સુધી જઈ શકે છે.
૪તેના વિસ્તાર માટે જુઓ પાના ૧૭ પર પરિશિષ્ઠ.