________________
શ્રી ભગવતી ઉપમા નારકી આદિ ૨૪ દંડક અને સિદ્ધ ભગવાન સામાન્યની અપેક્ષાએ કદાચ કૂતયુગ્મ, કદાચ જ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કજ છે. વિધાનાદેશની અપેક્ષાએ કલેજ છે. કૃતયુગ્મ, જ, દ્વાપરયુગ્મ નથી.
ગામઃ હે ભગવન્! એક જીવપ્રદેશની અપેક્ષાએ કૃતયુગ્મ છે યાવત્ કજ છે? ન મહાવીરઃ હે ગૌતમ! પ્રદેશ બે પ્રકારના છે. જીવપ્રદેશ અને શરીરપ્રદેશ. જીવપ્રદેશની અપેક્ષાએ કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી. શરીર પ્રદેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ, કદાચ જ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કજ છે.
એ રીતે નારકી આદિ ૨૪ દંડક કહેવા. તે સિદ્ધ ભગવાન એક જીવની અપેક્ષાએ જીવપ્રદેશ અપેક્ષાએ કૃતયુગ્મ છે. બાકીના ત્રણ નથી. સિદ્ધ ભગવાનને શરીર નથી એ માટે શરીર પ્રદેશ પણ નથી.
ગૌતમ? હે ભગવન ! બહુજીવ પ્રદેશની અપેક્ષાએ કૃતયુગ્મ છે, યાવત્ કલ્યાજ છે?
મહાવીર ઃ હે ગૌતમ! પ્રદેશ બે પ્રકારના છે-જીવ પ્રદેશ અને શરીર પ્રદેશ.
જીવપ્રદેશના બે ભેદ છે એવાદેશ (સામાન્ય) અને વિધાનાદેશ. * એવાદેશ (સામાન્ય)ની અપ્રક્ષાએ કૃતયુગ્મ છે, બાકીના ત્રણ નથી. શરીરપ્રદેશના પણ બે ભેદ છે. એઘાદેશ (સામાન્ય) અને વિધાનાદેશ. એઘાદેશ (સામાન્ય)ની અપેક્ષાએ કદાચ કૃતયુમ, કદાચ જ, કદાચ દ્વાપરયુગ્મ, કદાચ કલ્યાજ છે. . વિધાનાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ પણ છે, એ જ પણ છે, દ્વાપરયુગ્મ પણ છે, કલ્યાજ પણ છે. આ રીતે ૨૪ દંડક કહેવા.
/ બહુ સિદ્ધ ભગવાનમાં જીવપ્રદેશના બે ભેટ છે. એવાદેશ અને વિધાનાદેશ.