________________
ચલિત કમ આદિ ભાવતી શ. ૧. ઉં. ૧. સમથનું હોય છે. તેમાં પહેલા સમયમાં જે કર્મ વેદાય છે તે વેદિતદાયું એમ કહેવાય છે.
૪. જવના પ્રદેશની સાથે જે કર્મ મળેલું છે, તે કર્મનું જીવ પ્રદેશમાંથી પડવું (પ્રહણ) અસંખ્યાત સમયેના પરિમાણવાળું હોય છે તે પડવાના પહેલા સમયમાં પડતાં એવા કર્મને પડયું એમ કહી શકાય.
૫. અપવર્તનાકરણ વડે કર્મની લાંબા કાળની સ્થિતિને ટૂંકી કરવી તેને છેદન કહેવાય છે. તે છેદન અસંખ્યાત સમયવાળું હોય છે. તેના આદિ સમય સ્થિતિમાંથી છેદાતા એવા કમને છેદાયું એમ કહેવાય. (સ્થિતિ છેદન)
૬. શુભાશુભ કર્મને તીવ્રરસને અપવર્તનાકરણથી મંદ કરે, તે કર્મને ભેદ કહેવાય છે. તે ભેદ અસંખ્યાત સમયને છે. તેથી તેને પ્રથમ સમયે રસથી ભેદતું એવું કર્મ ભિન્ન-ભેદાયું એમ કહેવાય છે. (રસદ)
૭. શુભાશુભ કર્મના દળિયાને ધ્યાનથી બાળી રૂપાંતર (જેમ. લાકડાને બાળ્યાથી રાખ થાય, તે રાખ લાકડાનું રૂપાંતર છે.) કરવું તે દાહ અંતર્મુહૂર્તને છે. તેથી તેના અસંખ્યાત સમયના આદિ સમયમાં દહન થતું એવું કર્મ દહન થયેલું કહેવાય છે. " : ૮. મરણ પામતા આયુષ્ય કર્મને મરેલું કહેવાય છે. આયુકર્મનો પુદ્ગલેને ક્ષય થવે તે મરણ અસંખ્યાતા સમયમાં થાય છે, તે તે કર્મ જન્મના પહેલા સમયથી માંડીને આવીચી મરણને લઈને પ્રત્યેક ક્ષણે તેનું મરણ થયા કરે તેથી તે મરણ પામતા આયુ કર્મને મરણ પામ્યું એમ કહેવાય છે.
૯ જે કર્મ ફરી વાર ઊપજે નહિ તેવી રીતે ક્ષય રમતું કામ (નિર્જરા પામતુ) તેને નિર્જરા પામ્યું એમ કહેવાય છે. નિર્જરાના અસંખ્યાતા સમય છે. તેથી તેના પ્રથમ સમયમાં તે નિર્જરા પાર એમ કહેવાય છે.
આ નવ પ્રશ્નોને સાર એ છે કે, જે કામ કરતું હોય તેને કર્યું એમ કહેવાય. તેમાં વસ્ત્રનું દૃષ્ટાંત લેવું.