________________
૪૩૦
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીરઃ હે ગૌતમ! પાંચ પ્રદેશ સ્કંધમાં વર્ણાદિકના ૩૨૪ ભાંગા હોય છે. વર્ણના ૧૪૧, ગંધને ૬, રસના ૧૪૧, સ્પર્શના ૩૬ એ સર્વ મળી ૩૨૪ ભાંગા છે.
વર્ણન ૧૪૧ ભાંગા આ પ્રકારે હોય છે :- અસંયોગી ૫, બેસગી ૪૦, ત્રણ સગી ૭૦, ચાર સગી ૨૫, પાંચ સંગી ૧ એ કુલ ૧૪૧ થયા.
અસંગી અને બે સગી ૪૦ ભાંગા જેવી રીતે ચાર પ્રદેશી સ્કંધમાં કહ્યા તેવી રીતે અહીં પણ સમજી લેવા.
ત્રણ સગી ૭૦ ભાંગા આ રીતે બને છે – [૧] એક ભાગ કાળ, એક ભાગ લે, એક ભાગ લાલ. [૨] એક ભાગ કાળે, એક ભાગ નીલે અનેક ભાગ લાલ. [૩] એક ભાગ કાળે, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ [૪] એક ભાગ કાળ, અનેક ભાગ નીલા અનેક ભાગ લાલ. [૫] અનેક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ. [૬] અનેક ભાગ કાળ, એક ભાગ નીલે, અનેક ભાગ લાલ. [૭] અનેક ભાગ કાળો, અનેક ભાગ નીલા, એક ભાગ લાલ. આ કાળા, નીલા, લાલના ૭ ભાંગા થયા.
એવી રીતે [૨] કાળા, નીલા, પીળાના ૭ ભાંગા (૩) કાળા, નીલા, સફેદના ૭ ભાંગ [૪] કાળા, લાલ, પીળાના ૭ ભાંગા, [૫] કાળા, લાલ, સફેદના ૭ ભાંગા (૬) કાળા, પીળા, સફેદના ૭ ભાંગા [૭] નીલે, લાલ, પીળાના ૭ ભાંગા [૮] નીલે, પીળ, સફેદના ૭ ભાંગા [૧૦] લાલ પીળા, સફેદના ૭ ભાંગા થાય છે. આ ત્રણ સંગી ૭૦ ભાંગા થાય છે.
ચાર સગી ૨૫ ભાંગા આ પ્રકારે બને છે.
[૧] એક ભાગ કાળે, એક ભાગ નીલે, એક ભાગ લાલ, એક ભાગ પીળો.