________________
* ૪૧૦
શ્રી ભગવતી ઉપક્રમ
થાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્યાત દ્વીપસમુદ્ર છે. - ગૌતમ ઃ હે ભગવન્! એ દ્વીપ સમુદ્રોના સંસ્થાન (આકાર) કેવા છે?
મહાવીરઃ હે ગૌતમ! જંબુદ્વીપને સંસ્થાન થાળીના આકારને છે. બાકી સર્વ દ્વીપસમુદ્રોના સંસ્થાન ચૂડીના આકાર છે.
ગૌતમ હે ભગવન ! આ દ્વીપસમુદ્રોને વિઝંભ (પહેલાઈચોડાઈ) કેટલો છે?
મહાવીરઃ હે ગૌતમ! જંબુદ્વીપ એક લાખ જનને છે. લવણ સમુદ્ર બે લાખ જનને એ રીતે દ્વીપ અને સમુદ્ર એક એકથી બેગણ બેગણુ થતા ગયા છે.
ૌતમ હે ભગવન ! આ દ્વીપસમુદ્રોની પરિધિ કેટલી છે?
મહાવીરઃ હે ગૌતમ! જે દ્વીપ અને સમુદ્રની પૂર્વથી પશ્ચિમ સુધી જેટલી ચડાઈ (વિસ્તાર) છે એનાથી ત્રણ ગણી ઝાઝેરી પરિધિ કહેવી. જેમકે જંબુદ્વિીપની પરિધિ ૩ લાખ ૧૬ હજાર ર૨૭ એજન, ૩ કેસ, ૧૨૮ ધનુષ, ૧૩ અંગુલ ઝાઝેરી (કંઈક વધુ) છે. લવણું સમુદ્રની પરિધિ ૧૫ લાખ, ૮૧ હજાર, ૧૩૬ જનથી કઈક ઓછી છે. ઘાતકી ખંડ દ્વીપની પરિધિ ૪૧ લાખ, ૧૦ હજાર, ૯૬૧ જનથી કંઈક ઓછી છે. કાળદધિ સમુદ્રની પરિધિ ૯૧ લાખ, ૭૦ હજાર, ૬૦૫
જન ઝાઝેરી છે. અર્ધપુષ્કરવર દ્વીપની પરિધિ ૧ કરોડ, ૪૨ લાખ, ૩૦ હજાર ૨૪૯ જન ઝાઝેરી છે, સંપૂર્ણ પુરસ્કરવર દ્વીપની પરિધિ ૧ કરોડ, ૯૨ લાખ, ૮૯ હજાર ૮૯૪ જનની છે. એ રીતે સર્વદ્વીપ સમુદ્રોની પરિધિ જાણવી.
ગૌતમઃ હે ભગવન ! આ દ્વીપસમુદ્રોને કેટલા કેટલા દરવાજા છે? અને પરસ્પર કેટલું અંતર છે?
મહાવીરઃ હે ગૌતમ ! પ્રત્યેક દ્વિીપસમુદ્રને ચાર ચાર દરવાજા છે.