________________
ભાકડી પુત્ર અણગારના પ્રશ્નો સ. ૧૮ ઉ. ૩
૩૭૫
માનંદીપુત્ર અણગારના પ્રશ્નો શ્રી ભગવતી સૂત્ર. શ. ૧૮. ઉપૂ૩ને અધિકાર માનંદીપુત્રઃ હે ભગવન ! બંધ કેટલા પ્રકારના છે?
મહાવીરઃ હે માન્દીપુત્ર ! બંધબેપ્રકારના છે. (૧) દ્રવ્યબંધ અને, (૨) ભાવબંધ.
માનંદીપુત્રઃ હે ભગવન્ ! દ્રવ્યબંધના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે માન્દીપુત્રી દ્રવ્યબંધના બે ભેદ છે. પ્રાગબંધ અને સ્વાભાવિક–બંધ.
માકંદીપુત્રઃ હે ભગવન્! સ્વાભાવિક બંધના કેટલા ભેદ છે?
મહાવીરઃ હે માકનીપુત્ર ! સ્વાભાવિક બંધના બે ભેદ છે. સાદિ સ્વાભાવિક બંધ–જેમકે વાદળાં આદિના. અનાદિ સ્વાભાવિક બંધ જેમકે ધર્માસ્તિકાય આદિના. પરસ્પર બંધ. (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાકાશ એ ત્રણે આપસમાં પરસ્પર બંધાયેલ છે.)
માનંદીપુત્રઃ હે ભગવન ! પ્રગબંધના કેટલા ભેદ છે?
મહાવીર ઃ હે માનન્દીપુત્ર! પ્રગબંધના બે ભેદ છે. (૧) શિથિલ બંધ (ઢીલા બંધ) અને, (૨) ગાઢબંધ (મજબૂત બંધ).
માનંદીપુત્રઃ હે ભગવન્ ! ભાવબંધના કેટલા ભેદ છે?
મહાવીર : હે માકન્દીપુત્ર ! ભાવબંધના બે ભેદ છે. (૧) મૂળ પ્રકૃતિબંધ અને, (૨) ઉત્તર પ્રતિબંધ મૂળ પ્રકૃતિબંધના જ્ઞાનાવરણીય આદિના ૮ ભેદ છે. ઉત્તર પ્રકૃતિના ૧૪૮ ભેદ છે, તેમાં ૧૨૦ પ્રકૃતિઓના બંધ છે. જે દંડકમાં જેટલી પ્રકૃતિએના બંધ હાલે તે કહી દેવા.