________________
नित्यं प्रसादसदन वदनं त्वदीयम् ,
पीयूषवर्षी नयने हृदयं विशुद्धम् । वाणी सदैव मधुरा ह्यमृत श्रवन्ती,
श्री प्राणलाल गुरुराजमह नमामि ॥७॥
(ભાવાર્થ - જેનું મુખ હંમેશાં કુપા અને પ્રસન્નતાપૂર્ણ છે. જેનાં નેત્રેમાંથી જાણે અમૃતની વૃષ્ટિ થઈ રહી છે. જેનું હૃદય સરલે અને શુદ્ધ છે અને જેમની વાણીને પ્રવાહ તે જાણે અમૃતને સંત (ઝરણું) જ વહી રહ્યો હોય એવે છે, આવા આ ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિપૂર્વક વંદના કરું છું
एकावतार भविक भविनां शरण्यम् ।
आराधनां विदधतोत्कट भाव भक्त्या || बद्धत्वया ननु शुभं जिननामकर्म ।
श्री प्राणलाल गुरुराजमहौं नमामि ॥८॥
ભાવાર્થ – “નવુ તિ વિશે મને થે હું એમ માનું છું કે સમ્યજ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી આપ એકાવનારી બની ગયા છે. એટલું જ નહિ, પરંતુ, તીર્થકર નામ ગેત્ર બાંધવાના વીસ બોલની ઉત્કૃષ્ટ ભકિતપૂર્વક આરાધના કરવાથી તીર્થકર નામ ગોત્ર પણ તમે બાંધ્યું હોય અને તેથી જ આપ ભવ્ય પ્રાણીઓને માટે શરણભૂત (શરણરૂપ) બની ગયા છો. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિ પૂર્વક વંદના કરું છું ૮ ]