________________
શ્રી ભગવતી ઉપમ
ગૌતમ : હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાય ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશાને સ્પર્શે છે ?
૩૦૨
મહાવીર : હૈ ગૌતમ ! અસંખ્યાતા પ્રદેશને સ્પર્શે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું કહેવું.
ગૌતમ : હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે છે ?
મહાવીર : હૈ ગૌતમ ! અન'તા પ્રદેશાને સ્પર્શે છે. ગૌતમ : હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાય પુદ્ગલાસ્તિકાયના કેટલા પ્રદેશાને સ્પર્શે છે ?
મહાવીર : હે ગૌતમ ! એક પણ પ્રદેશને સ્પર્શીતા નથી. ગૌતમ : હે ભગવન્ ! પુદ્ગલાસ્તિકાય કાળના કેટલા સમયેને
સ્પર્શે છે ?
મહાવીર : હું ગૌતમ ! કદાચ સ્પર્શે છે, અને કદાચ સ્પર્શતા નથી. જો સ્પશે તે અવશ્ય અનતા સમયેાને સ્પર્શે છે.
ગૌતમ : હું ભગવન્ ! કાળ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશાને સ્પર્શે છે ?
મહાવીર : હૈ ગૈતમ ! ધર્માસ્તિકાયના અસ ંખ્યાતા પ્રદેશને સ્પર્શે છે. એ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું પણ કહેવું. ગૌતમ : હું ભગવન્ ! કાળ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશાને સ્પર્શે છે ?
મહાવીર : હૈ ગૌતમ! અનતા પ્રદેશને સ્પશે છે. એ રીતે પુદૂંગલાસ્તિકાયનું કહેવું.
ગૌતમ : હે ભગવન્ ! કાળ કાળના કેટલા સમયેાને સ્પશે છે ? મહાવીર ઃ હે ગૌતમ! એક પણુ સમયને સ્પર્શીતા નથી. @
નોંધ: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેમાં અસંખ્યાતા કહેવા અને જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળમાં અનંતા કહેવા પણ ફેર એટલેા કે કાળમાં કદાચ શબ્દ લગાડવા અને સ્વસ્થાને કોઈ પણુ સ્પર્શીતા નથી.