SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપક્રમ પહેલી નારકીથી છઠ્ઠી નારકી સુધી અને ભવનપતિથી બાર દેવલેક સુધી સમદષ્ટિ અને મિદષ્ટિ-એ બે દષ્ટિવાળા જ ઊપજે છે, અને બે દૃષ્ટિવાળા જ નીકળતા અથવા એવે છે. મિશ્રદષ્ટિવાળા ઊપજતા પણ નથી અને રાત્રતા પણ નથી. સત્તામાં સમદષ્ટિ અને મિથ્યાષ્ટિ લાભે છે. મિશ્રદષ્ટિની ભજન (ક્યારેક લાભે છે કયારેક લાભે નહિ) એ રીતે નવરૈવેયક કહેવું- ' સાતમી નારકીમાં મિથ્યાષ્ટિ જ ઊપજે છે. અને મિથ્યાદિષ્ટિ જ નીકળે છે. સમદષ્ટિ ઊપજતા નથી. સત્તામાં સમદષ્ટિ અને મિથ્યાદાદ–એ બે દૃષ્ટિવાળા લાભે છે, મિશ્રદષ્ટિની ભજના પાંચ અનુત્તર વિમાનમાં સમદષ્ટિ જ ઊપજે છે. સમદષ્ટિ જ એવે છે અને સમદષ્ટિ જ સત્તામાં રહે છે. મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ, એ બે દૃષ્ટિવાળા ઊપજતા નથી, યવતા નથી અને સત્તામાં લાભ નહિ. સ્થિતિ છેડી હોવાથી સંખ્યાતા સંભવ છે. ધણુ ભગવતીજી સૂત્ર જોયાં પરંતુ સત્તા અપેક્ષાએ સંખ્યા ફક્ત એક બે હસ્તલિખિત ભગવતીજીમાં જ મળ્યા. બાકી સર્વમાં અસંખ્યાતા મળે છે. સંખ્યાતા જ ઠીક જણાય છે. કેમકે નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી સંસી મનુષ્યની સિવાય કોઈ ઉત્પન્ન થતા નથી. આ કારણે પ્રથમ સમયમાં સંખ્યાતા જ હોય છે. બીજા-ત્રીજા સમક્ષ આદિમાં પરંપર થઈ જાય છે. આ કારણથી ત્યાં સંખ્યાતા જ સંભવે છે. તત્ત્વ કેવળી ગમ્ય. - શ્રી ભગવતીજી સૂત્રના શ. ૧૩ ઉ. ૨. માં દૃષ્ટિ માટે નવયકમાં અસુરકુમારની ભલામણ દીધી છે, અસુરકુમારમાં ત્રણે દૃષ્ટિ લાભે છે અને નવરૈવેયકમાં બે જ દૃષ્ટિ લાભે છે. એવું કઈ કઈ લોકોનું કથન છે. પરંતુ ભગવતી શ. ૧૩ ઉ. ૨, તથા શ. ૨૪ ઉ. ૧ મા નવગ્રેવેયકમાં દષ્ટિ ત્રણ કહેલ છે એટલે અસુરકુમાર આદિ દેવ સમાનજ દૃષ્ટિ સંબંધે નવયકમા સમજવાનું છે,
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy