________________
૨૫૭
પાંચ દેવ ભગવતી શ. ૧૨ ઉ. ૯. દોડ પૂર્વની )
દેવાધિદેવની સ્થિતિ જઘન્ય ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની.
ભાવદેવની સ્થિતિ : જઘન્ય ૧૦ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપમની.
(૫) ઋદ્ધિ તથા વિકવણું (વેકિય) દ્વાર
ભવ્ય દ્રવ્ય દેવ, જેને વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ હોય તેને હેય નરદેવને તે વૈક્રિય લબ્ધિ હોય જ, ધર્મદેવમાં જેને વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ હોય તેને હોય અને ભાવદરને તે વૈકિય લબ્ધિ હોય જ. તે વૈ કયરૂપ કરે તે જઘન્ય ૧-૨-૩ ઉત્કૃષ્ટ સંખ્યાતારૂપ કરે. શક્તિ તે અસંખ્યાતારૂપ કરવાની છે પણ કરે નહીં. દેવાધિદેવની શક્તિ તે અનંતા વૈક્રિય કરવાની છે પરંતુ વૈક્રિય કરે નહીં. (૬) ચવણ (ગતિ) દ્વારઃ
ભવ્ય-દ્રવ્ય-દેવની ગતિઃ ભવ્ય-દ્રવ્ય–દેવ થવી દેવ થાય તે ૧૯૮ બેલની. ૯૯ જાતિના દેવતાના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૧૯૮ બેલની.
નરદેવની ગતિ >:- નરદેવ એવી નરકે જાય તે ૧૪ બેલની ૭ નારકીના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૧૪ બેલની.
ધર્મદેવની ગતિ- ધર્મદેવ એવી વૈમાનિક તથા મોક્ષમાં જાય. તેની ગતિ ૭૦ બેલની. ૧૨ દેવલેક, ૯ લેકાંતિક, ૯ ગ્રેવેયક, ૫ અનુત્તર વિમાન, આ ૩૫ના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૭૦ બેલની.
© કેઈ મનુષ્ય ક્રોડ પૂર્વમાં થોડાં ઓછાં વર્ષ સુધી ચારિત્ર પાલન કરે તેની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ ઊણું (કંઈક થોડાંક ઓછાં) ક્રોડ પૂર્વ વર્ષ કહેવામાં આવી છે.
>જે કે કોઈ નરદેવ (ચક્રવતી) દેવોમાં પણ ઉત્પન્ન થાય છે તથા મેક્ષ પણ જાય છે પરંતુ તે નરદેવપણું છેડી ધર્મદેવપણું (સાધુપણું) અંગીકાર કરે તે દેવોમાં ઉત્પન્ન થાય છે તથા મોક્ષમાં પણ જાય છે. કામભેગોને ત્યાગ કર્યા વિના નરદેવ-અવસ્થામાં તો તેઓ નરકમાં જ ઉત્પન્ન થાય છે.