________________
પુદ્ગલ પરાવર્ત ભગવતી શ–૧૨ ઉ-૪
૨૩૯
૨. દ્રવ્યથી સૂક્ષ્મ પુદગલ પરાવર્તઃ તે જગતમાંના સર્વ પુદ્ગલેને દારિકપણે પૂર્ણ કરે. પછી વૈક્રિયપણે, પછી તૈજસપણે એમ એક પછી એક અનુક્રમે કરી સાતે પુગલ પરાવર્તપણે પૂર્ણ કરે. તેને સૂમ પુદ્ગલ પરાવર્ત કહીએ.
૩. ક્ષેત્રથી બાદર પુદગલ પરાવત : તે ૧૪ રાજેલેકના જેટલા આકાશ પ્રદેશ છે તે સર્વ આકાશ પ્રદેશને દરેક પ્રદેશે જન્મમરણ કરીને અનુક્રમ વિના ગમે તેમ કરી પૂર્ણ કરે. - ૪. ક્ષેત્રથી સૂક્ષ્મ પુદગલ પરાવર્ત:તે ૧૪ રાજકના આકાશ પ્રદેશને અનુક્રમે એક પછી એક ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ એમ દરેક પ્રદેશમાં મરી અને પૂર્ણ કરે. તેમાં પહેલા પ્રદેશે મરીને ત્રીજા પ્રદેશે મરે અથવા પાંચમા-આઠમા ગમે તે પ્રદેશે મરે તે પુદ્ગલ પરાવર્ત કરવામાં ન ગણાય. અનુક્રમે દરેક પ્રદેશે મરી સમસ્ત લેક પૂર્ણ કરે.
૫. કાળથી બાદર પુદગલ પરાવર્તા: તે એક કાળચક્ર (જેમાં ઉત્સર્પિણી ને અવસર્પિણ સમાય) તેના પ્રથમ સમયે મરે, પછી બીજા કાળચક્રના બીજા સમયે મરે કે ગમે તે ત્રીજા સમયે મરે એમ ત્રીજા કાળચકના ગમે તે સમયે મરે એટલે કે એક કાળચક્રના જેટલા સમય થાય તેટલા કાળચકના એક એક સમયે મરી એક કાળચક્ર પૂર્ણ કરે.
૬. કાળથી સન્મ પુદગલ પરાવર્તઃ તે કાળ ચક્રના પ્રથમ સમયે મરે તેમ બીજા કાળચકના બીજા સમયે મરે, ત્રીજા કાળચક્રના ત્રીજા સમયે મરે. વચમાં નિયમ-વિના ગમે તે સમયે મારે તે હિસાબમાં ન ગણાય. તેમ એક કાળચક્રના જેટલા સમય તેટલા કાળચક્રના અનુક્રમે નિયમિત સમયે મરે.
૭. ભાવથી બાદર પુદગલ પરાવર્તન : તે જીવના અસંખ્યાત પરિણામ છે. તે પ્રથમ પરિણામે મરે, પછી ગમે તે ૩-૨-૫ ૪-૭-૯ એમ અનુક્રમ વિના દરેક પરિણામે મરી અસંખ્યાત પરિણામ * પૂર્ણ કરે