________________
શ્રી ભગવતી ઉપામ મહાવીર ભગવાન હતા ત્યાં ગયાં.
દર્શનાદિ કર્યા બાદ, તથા ધર્મકથા સાંભળ્યા બાદ બધા લેકે સાથે ઉદાયન અને મૃગાવતી પાછાં ફર્યા.
પરંતુ જયંતીભાઈ શ્રાવિકા તે ભગવાનને નમસ્કાર કરી પૂછવા લાગ્યાં કે, હે ભગવન્! છે ભારેપણું શાથી પામે? અને હલકાપણું શાથી પામે ?
મહાવીરઃ હે જયંતી! ૧૮ પાનાં નિવર્તનથી જીવ હલકે થાય છે અને ૧૮ પાપમાં પ્રવર્તનથી જીવ ભારે થાય છે.
જયંતીઃ અહે ભગવન ! કયા કારણથી જીવ સંસાર ઘટાડે છે અને કયા કારણથી સંસાર વધારે છે ?
મહાવીરઃ હે જયંતી ! ૧૮ પાપનાં નિવર્તનથી જીવ સંસાર ઘટાડે છે અને ૧૮ પાપમાં પ્રવર્તનથી જીવ સંસાર વધારે છે.
જયંતીઃ હે ભગવન્! ક્યા કારણથી જીવ સ્થિતિ [કર્મોની સ્થિતિ ઘટે છે અને કયા કારણથી જીવ સ્થિતિ વધારે છે?
મહાવીર : હે જયંતી ! ૧૮ પાપનાં નિવર્તનથી જીવ સ્થિતિ ઘટાડે છે, અને ૧૮ પાપનાં પ્રવર્તનથી જીવ સ્થિતિ વધારે છે.
જયંતીઃ અહે ભગવન્! શા કારણથી જીવ સંસારસાગર તરે છે અને શા કારણથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે?
મહાવીરઃ હે જયંતી! ૧૮ પાપનાં નિવર્તનથી જીવ સંસારસાગર તરે છે અને ૧૮ પાપમાં પ્રવર્તનથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
જયંતીઃ હે ભગવન ! જીવોનું ભવસિદ્ધિકપણું < સ્વભાવથી
<મેક્ષ પામવાને યોગ્યપણું. (જેઓ મોક્ષ પામવાને માટે અયોગ્ય છે તે અભવ્ય કહેવાય છે).
* સ્વાભાવિક ભાવને સ્વભાવ કહે છે જેમ કે પુગલમાં રૂપીપણું સ્વાભાવિક ભાવ છે. રૂપાંતર એટલે કે એકરૂપથી બીજા રૂપમાં બદલાઈ જવાને પરિણામ કહે છે. જેવી રીતે બાળપણ, જુવાની, વૃદ્ધાવસ્થા આદિ પરિણામ છે.