SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પરિષહ ભગવતી . ૮ . ૮ શીતને અનુભવે ત્યારે ઉષ્ણને ન અનુભવે,૮ અને ચયને અનુભવે ત્યારે નૈધિકાને ન અનુભવે છે? આઠ પ્રકારના કર્મ બાંધનારને માટે તેમ જ જાણવું.. આયુષ્ય અને મેહનીય એ બે સિવાયના છ પ્રકારનાં કર્મ બાંધનારને (દર્શનમોહનીય અને ચારિત્ર મેહનીયના મળીને આઠ પરિષહે બાદ થતાં) ૧૪ પરિષહ હોય છે, પણ તે એક સાથે બાને જ અનુભવે છે. કારણ કે જ્યારે શીત અનુભવે ત્યારે ઉણું નહિ અને ચર્ચા વખતે શય્યાને ન અનુભવે.< માત્ર વેદનીય રૂપી એક જ કર્મ બાંધનાર વિતરાગ છાસ્થને (૧૧ મા અને ૧૨ મા ગુણસ્થાન વખતે. તેને વિતરાગછવાસ્થ કહે છે) છ પ્રકારનાં કર્મ બાંધનાર જેટલા પરિષહ જાણવા. પરંતુ સગી ભવસ્થ કેવળજ્ઞાનીને (૧૩ મા ગુણસ્થાન ૧ખતે) જ્ઞાનાવરણીયના બે પરિષ વધુ બાદ કરતાં ૧૧ પરિષ સંભવે છે. પણ તેમાં એક સાથે તે નવને જ અનુભવે છે. કારણ કે શીત–ઉષ્ણ, અને ચર્યા–શ એ બે જેડકાંમાંથી ગમે તે એકને જ તે અનુભવે છે. કર્મબંધ રહિત અગી ભવસ્થ કેવળજ્ઞાનીને (૧૪ મા ગુણસ્થાનવાળાને) અગિયાર પરિષહો તે પ્રમાણે છે. < તેનાથી ઊલટું પણ સમજી લેવું. ચર્યાથી એમ તે શયા પણ વિરુદ્ધ છે; પરંતુ ગામ જવા નીકળ્યો હોય, ત્યારે રસ્તામાં વિશ્રામભોજનાદિ માટે થોડે વખત શાસે ન કરે પણ ખરે; પણ તે વખતેય તેના મનમાં અને સૂકય હજુ શમ્યું નથી હોતું; તેથી વાસ્તવિક રીતે તેની ચર્યા (મુસાફરી) જ ચાલુ હોય છે. * “સૂક્ષ્મસંપરાય (૧૦મા) ગુણસ્થાનવાળાને તેને સરાગ છવાયે કહે છે. કારણ કે હજુ લેભના સૂક્ષ્મ અંશે તેનામાં વિદ્યમાન છે, અને તેને કેવળજ્ઞાન થયું નથી. <અહીં તો મોહનીય અવિદ્યમાન જેવું થયું હોવાથી, સર્વત્ર અનસુય. પ્રવર્તે છે. તેથી શયાકાળે તે શયામાં જ વર્તે છે; ચર્યાની ઉત્સુક્તા તે વખતે તેને ન હોવાથી ચર્યામાં નથી હોતે. ૨૦
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy