________________
વ્યવહાર ભગવતી શ–૮. ઉ–૮.
૧૫૧
આ પાંચમાંથી જેને આગમજ્ઞાન હોય તેણે આગમજ્ઞાનથી વ્યવહાર થલાવ જોઈએ. ત્યાં શેષ ૪ વ્યવહારની જરૂર નથી. જેની પાસે આગમજ્ઞાન ન હોય તેણે શ્રુત (સૂત્ર)થી વ્યવહાર ચલાવે જોઈએ, ત્યાં શેષ ૩ વ્યવહારની જરૂર નથી. જેને મૃત (સૂત્ર) ન હોય તે તેણે આજ્ઞા વ્યવહાર ચલાવવું જોઈએ. ત્યાં શેષ ૨ ની જરૂર નથી. આજ્ઞા વ્યવહાર ન હેય તેણે ધારણુથી વ્યવહાર ચલાવ જોઈએ. ધારણ વ્યવહાર ન હોય તે જીત વ્યવહારથી વ્યવહાર ચલાવવું જોઈએ.
એ પાંચ વ્યવહારની ઉચિત પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ કરવી અને કરતે થકે સાધુ કેવળ જિનપદેશને આરાધક હોય છે. '
૧. આગમ વ્યવહાર : કેવળજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ દસ અને પૂર્વનું જ્ઞાન આગમ કહેવાય છે. આગમજ્ઞાન દ્વારા ચલાવેલી પ્રવૃત્તિનિવૃત્તિને આગમ વ્યવહાર કહે છે.
૨. મૃત વ્યવહાર: આચારકલ્પ આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે શ્રુતજ્ઞાન દ્વારા ચલાવેલી પ્રવૃત્તિ નિવૃત્તિને શ્રવ્યવહાર કહે છે.
૭. આજ્ઞા વ્યવહાર : અતિચારોની આલેચના કરવા માટે કોઈ ગીતાર્થ સાધુએ પોતાના અગીતા શિષ્યની સાથે બીજા દેશમાં રહેલા ગીતાર્થ સાધુની પાસે ગૂઢ અર્થવાળું પદ મોકલ્યું. તે ગૂઢ અર્થવાળાં પદોને સમજી તે ગીતાર્થ સાધુએ પરત ગૂઢ અર્થવાળાં પદોમાં અતિચારોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત મોકલ્યું, તેને આજ્ઞા વ્યવહાર કહે છે.
૪, ધારણા વ્યવહાર : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કરીને ગીતાર્થ સાધુએ જે અપરાધમાં જે પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેની ધારણુંથી તેવા અપરાધમાં તેવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેવું તે ધારણ વ્યવહાર કહેવાય છે. અથવા કોઈ સાધુ સર્વ છેદત્ર ભણી ન શકે તેને ગુરુ જે પ્રાયશ્ચિત્તપદ શિખડાવે તેને ધારણ કરવું તે ધારણ વ્યવહાર કહેવાય છે.
પ, છત વ્યવહાર: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા શારીરિક બળ, વય આદિની હાનિને વિચાર કરી જે પ્રાયશ્ચિત્ત દેવાય છે તે છત વ્યવહાર કહેવાય છે. અથવા ગીતાર્થ સાધુ સાથે મળીને જે મર્યાદા બાંધે છે તેને જીત વ્યવહાર કહેવાય છે.--