________________
૧૩૮.
-શ્રી ભગવતી ઉપક્રમ
અસંખ્યાતગુણ અવધિજ્ઞાની, તેથી આભિનિબેધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગુણ છે. કેમકે સમ્યફદષ્ટિ દેવ અને નારક કરતાં મિથ્યાષ્ટિ અને સંખ્યાત ગુણ છે. તેથી કેવલજ્ઞાની અનંતગુણ છે. કેમકે એકેન્દ્રિય સિવાય બાકીના સર્વ જીવેથી સિદ્ધ અનંતગુણ છે. તેથી મતિ-અજ્ઞાની અને કૃત-અજ્ઞાની અનંતગુણ છે અને પરસ્પર તુલ્ય છે. કેમકે સાધારણ વનસ્પતિ છે મતિ અજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે અને તેઓ સિદ્ધ થકી અનંતગુણ છે.
પર્યાયને અ૫બહદ્વારઃ પર્યાય એટલે ભિન્ન ભિન્ન અવસ્થાઓ કે ભેદો. તેના બે પ્રકાર છેઃ સ્વપર્યાય અને પરપર્યાય. ક્ષપશમની વિચિત્રતાથી મતિજ્ઞાનને અવગ્રહાદિ અનંતભેદો થાય છે. તે સ્વપર્યાય કહેવાય છે, અથવા મતિજ્ઞાનના વિષયભૂત ય પદાર્થો અનંત છે, અને રેય ના ભેદથી જ્ઞાનના પણ અનંત ભેદો થાય છે. માટે તે રીતે પણ તેના અનંત પર્યા છે. અથવા કેવલજ્ઞાન વડે મતિજ્ઞાનના અંશ કરતા અનંતાશ થાય તે મતિજ્ઞાનના અનંત પર્યાયે કહેવાય છે. મતિજ્ઞાન સિવાય બીજા પદાર્થોના પય છે. તે તેના પર પર્યાયે છે અને તે સ્વપર્યાયથી અનંતગુણ છે. અહીં કોઈ શંકા કરે કે જે તે પરપર્યો છે તે તે મતિજ્ઞાનના છે એમ કહેવાય. અને જે તે મતિજ્ઞાનના છે તે પરપર્યાયે કેમ કહેવાય ?
તેને ઉત્તર આ પ્રમાણે છે. પરપદાર્થોના પર્યાયને મતિજ્ઞાનને વિષે સંબંધ નથી. માટે તે પરપર્યાય કહેવાય છે. પરંતુ મતિજ્ઞાનના સ્વપર્યાને જાણવામાં, અને તેનાથી જુદા પાડવામાં પ્રતિવેગી (સંબંધી) તરીકે તેને ઉપયોગી છે માટે તે મતિજ્ઞાનના પરપર્યા કહેવાય છે. - શ્રુતજ્ઞાનના પણ સ્વપર્યા અને પરપર્યા અનંત છે. તેમાં સ્વપર્યાયે જે શ્રુતજ્ઞાનના અક્ષરધૃતાદિ ભેદ છે તે જાણવા, તે અનંત છે. કેમકે તેને ક્ષયે પશમ વિચિત્ર લેવાથી અને વિષવ અનંત હોવાથી શ્રુતાનુસારી બેધના અનંત પ્રકાર થાય છે. અથવા કે ળજ્ઞાન વડે શ્રુતજ્ઞાનના અનંત અંશે થાય તે તેના સ્વપર્યાય કહેવાય છે. તેથી ભિન્ન પદાર્થોના