SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સહાયતાની અપેક્ષા તે રહે જ છે. તેમાં સ્વ. શ્રી ઝવેરબાઈ મહાસતીજીનાં સુશિષ્યા પ્રશાંતાત્મા વખતબાઈ મહાસતીજી તેમ જ વિદુષી પ્રભાબાઈ મહાસતીજીના શિષ્યાવૃંદે યથાસમય સુંદર અક્ષરેથી પ્રેસ કેપીઓ તૈયાર કરી આપેલ છે. તે ઉપરાંત, પ્રશાંતાત્મા રંભાબાઈ મહાસતીજીનાં સુશિષ્યાઓને પણ એ જ રીતે ઉદાર પ્રયત્ન સમાયેલ છે. તે સર્વથી પણ અધિક સહાયક થનાર દરિયાપુરી સંપ્રદાયનાં-શાંત-દાંત સ્થિતપ્રજ્ઞ શ્રી તારાબાઈ મહાસતીજી, કે જેઓ પિતાની સૂફમ તાવિક જ્ઞાન દૃષ્ટિથી બધા ફર્માઓ તપાસી ગયાં છે. અને મુફ દેષાદિથી સામાન્ય ક્ષતિ રહી જવા પામેલ હતી તે દૂર કરી. તેઓશ્રીને આભાર પણ ભૂલી શકાય તેમ નથી. ફર્માઓ પહોંચાડવામાં અને વ્યવસ્થા કરવામાં શ્રી રમણલાલ જીવરાજભાઈયે પ્રયત્ન કરેલ છે તે પણ સેંધપાત્ર છે. - આપણું સંપ્રદાયના ગૌરવસમા, ધર્મરત્ન, સંઘપતિ, સુજ્ઞ શ્રાવકજી દુર્લભજીભાઈ વિરાણીએ મેટર જોતાંની સાથે જ પિતાના ધર્મ પ્રેમને જાગૃત કરતા ૩૧૦૦ પ્રતના પ્રકાશક તરીકેની વિશાળતા દર્શાવી અને જિજ્ઞાસુવર્ગ ભાવનાપૂર્વક જેમ જેમ અગાઉથી ગ્રાહક થવાની અભિલાષા ધરાવતે ગયા તેમ તેમ ઉદાર દિલે સૌની ભાવનાને પણ માન આપતા ગયા. આ પ્રકાશનને સંપૂર્ણ યશ દુર્લભજીભાઈ વિરાણુને ફાળે જાય છે. ગુલાબચંદભાઈ દોમડિયાયે પણ પ્રેસ કાર્ય સંબંધી ઘણે પુરુષાર્થ સહર્ષ સ્વીકારેલ છે અને તેમના સુપુત્ર મૂલવંતભાઈ દોમડિયા પણ પિતાની તાત્વિક બુદ્ધિના અવલંબનથી ઘણુ સારા મદદરૂપ બન્યા છે. આ ગ્રંથ પ્રકાશન થવાના અવસરે સભાગ્યે જયંતિલાલ દેવચંદભાઈ મહેતાને સંગ મલી ગયે. તેઓ પ્રેસકાર્યના નિષ્ણુત અને ઉત્સાહી કાર્યકર છે. તેમણે આ પ્રકાશનના પ્રારંભથી પૂર્ણ સુધી સક્રિય રસ ધરા . આટલે મોટો ગ્રંથ માત્ર પાંચ માસમાં પ્રસિદ્ધ થાય છે તે સર્વ યશ જયંતિલાલભાઈને ફાળે જાય છે. મેટર તપાસવા આદિ કાર્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ મહેન્દ્રકુમાર પ્રાણલાલ દેસાઈને પણ મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે વિ. સં. ૨૦૨૩ ની સાલનું સાવરકુંડલા ચાતુર્માસ પણ આ પવિત્ર કાર્યની લેખન ભૂમિ તરીકે સ્મરણીય રહેશે. લેખનકાર્યમાં વિક્ષેપ પડે નહિ તેની
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy