SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપમ વ્યાપાર ત્રણ પ્રકારના છે. મને વ્યાપાર, વચનવ્યાપાર અને કાયવ્યાપાર. એ ત્રણ પ્રકારના વ્યાપારો વડે જીવને કર્મોપચય થાય છે. ગૌતમ? હે ભગવન ! વસ્ત્રને જે પુગલેને ઉપચય થાય છે તે સાદિ-સાંત છે, સાદિ-અનંત છે, અનાદિ-સાંત છે કે અનાદિ-અનંત છે? મહાવીર : હે ગૌતમ ! તે ઉપચય સાદિ-સાત જ છે. ગૌતમ ઃ હે ભગવન ! તે પ્રમાણે અને કર્મોપચય સાદિ-સાંત છે, સાદિ-અનંત છે, અનાદિ-સાત છે કે અનાદિ-અનંત છે? મહાવીરઃ હે ગૌતમ! કેટલાક ઇવેને કર્મોપચય સાદિ-સાંત છે. કેટલાકને અનાદિ-સાંત છે અને કેટલાકને અનાદિ-અનંત છે. પણ જેને કર્મોપચય સાદિ-અનંત નથી. ગૌતમ: હે ભગવન્! તે કેવી રીતે ? મહાવીરઃ ઐયંપથિક કર્મ બાંધન રે કર્મોપચય સાદિ–સાંત છે, ભવસિદ્ધિક જીવને કર્મોપચય અનાદિ–સાંત છે અને અભવસિદ્ધિને કર્મોપચય અનાદિ-અનંત છે. (૪૧) પચાસ બેલની બંધી द्वारगाथा: वेद संजय दिठि, सन्नि भविदंसण पज्जते भासग परित नाण, जोगुवओग आहार सुहुम चरमेसु, (૧) વેદ ૪ (પુરુષ, સ્ત્રી, નપુંસક વેદ અને અવેદ) (૨) સંપતિ ૪ (સંયત, અસંયત, સંયતાસંયત, સંયત-ને-અસંયત) (૩) દષ્ટિ ૩ (૪) સંજ્ઞી ૩ (સંજ્ઞી, અસંજ્ઞી, સંજ્ઞી––અસંજ્ઞા) (૫) ભવ્ય ૩ (ભવ્ય, અભવ્ય, ભવ્ય–ને-અભવ્ય) (૬) દર્શન ૪ (૭) પર્યાપ્તા ૩ (પર્યાપ્તા, અપર્યાપ્ત ને પર્યાપ્તા–ને અપર્યાપા) (૮) ભાષક ૨ (ભાષા અને અભાષક) (૯) પરિત ૩ (પરિત, અપરિગ્ન, નેપરિત્ત અપરિત) (૧૦) જ્ઞાન ૮ (૫ જ્ઞાન, ૩ અજ્ઞાન) (૧૧) વેગ ૪
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy