SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી ઉપક્રમે મહાવીરઃ હે ગૌતમ! તેની કથા તું સાંભળ. તે કાળે, તે સમયે વિંધ્ય પર્વતની તળેટીમાં ભેલ નામને સંનિવેશ હતે. તેમાં પૂરણ” નામને ગૃહસ્થ રહેતું હતું. તે વખત જતાં તામલીની પેઠે વિચાર કરી ચાર ખાનાંવાળું લાકડાનું પાત્ર લઈ, “દાનામા” (જેમાં દાનની પ્રધાનતા હોય તેને દાનામાં પ્રવજ્યા કહે છે.) નામની દીક્ષા વડે દીક્ષિત થયે. તેમાં વિધિ એ હોય છે કે, પાત્રના પહેલા ખાનામાં જે ભિક્ષા આવે તે વાટમાં મળતા વટેમાર્ગુઓને આપવી; બીજા ખાનામાં આવે તે કાગડા-કૂતરાને આપવી; ત્રીજા ખાનામાં આવે તે માછલાં–કાચબાને ખવરાવવી; અને ચોથા ખાનામાં આવે તેને પિતે ઉપગ કરતા. આમ કરતાં કરતાં અને તે અનશન વીકારી દેવગત થયે. હે ગૌતમ, તે કાળે હું ઇવસ્થ અવસ્થામાં હતું, અને મને દીક્ષા લીધાને અગિયાર વર્ષ થયાં હતાં. હું નિરંતર છઠ્ઠ છઠ્ઠના ઉપવાસ કર્યા કરતું હતું. તે વખતે ક્રમાનુક્રમે ફરતે ફરતે હું સુંસુમાર નગરમાં આવી પહોંચે. અને અશેકવન ખંડમાં એક અશોક વૃક્ષ નીચે શિલા ઉપર બેસી અઠ્ઠમ અમને ઉપવાસનું તપ આચરવા લાગે. હું બંને પગ ભેળા કરીને, હાથને નીચે નમતા લાંબા કરીને, અને માત્ર એક પદાર્થ ઉપર નજર માંડીને આંખે ફફડાવ્યા વિના શરીરને જરાક આગળના ભાગમાં નમતું મૂકીને, તથા સર્વ ઇંદ્રિયને સુરક્ષિત કરીને એક રાત્રિની મોટી પ્રતિમા સ્વીકારીને વિહરતે હતે. તે કાળે ચમચંચા રાજધાનીમાં ઈદ્ર ન હતો. તેમ જ પુરોહિત પણ ન હતો. પેલે પૂરણ તપવી એક માસનું અનશન કરીને મૃત્યુ પામી, અમરચંચામાં ઈદ્રપણે ઉત્પન્ન થયે. એક વખત અવધિજ્ઞાન આ વૃડે તેણે સૌધર્મ કલ્પના દેવરાજ (મધવા, પાકશાસન, શતકતુ, - સહસ્રાક્ષ, વજપાણિ, પુરંદર) શકને શક નામના સિંહાસન ઉપર બેસી દિવ્ય ભેગે ભેગવતે જોયે. તેને જોઈ ચમરને એ વિચાર આવ્યું કે, આ નઠારાં લક્ષણવાળે, લાજ અને શેભા વિનાને, મરણને ઈચ્છુક, હિણી પુણ્ય ચૌદશને દહાડે જન્મેલે એ કોણ છે, જે મારી ઉપર વિના ગભરાટે ભેગેને ભગવતે વિહરે છે ! જન્મને માટે ચૌદશની તિથિ પવિત્ર ગણાય છે અને અત્યંત ભાગ્યવંતના જન્મ સમયે જ તે તીથિ પૂર્ણ હોય છે. પરંતુ જે હીન ચૌદશ
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy