________________
શ્રી ભગવતી ઉપક્રમ
૫૦
ગૌતમ: હે ભગવાન્ ! અસુરકુમાર દેવે ક્યાં રહે છે?
મહાવીરઃ હે ગૌતમ! એક લાખ અને એંશી હજાર જનની જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીની વચગાળે તે અસુરકુમાર દે રહે છે. (અસુરકુમારોને આવાસ દક્ષિણે અને ઉત્તરે એમ બે દિશામાં આવે છે. તેમાં દક્ષિણમાં “ચમર” અને ઉત્તરમાં “બલિ” એ નામના બે ઇંદ્રો છે. ચમરની રાજધાનીને ચમરચંચા અને બલિની રાજધાનીને બલિચંચા કહેવામાં આવે છે. ચમચંચામાં ૩૪ લાખ ભવન છે અને બલિચંચામાં ૩૦ લાખ છે. તે દેવેનું આયુષ્ય ઓછામાં ઓછું દશ હજાર વર્ષ અને વધારેમાં વધારે એક સાગરેપમથી અધિક છે). - ગૌતમ : હે ભગવાન! તે અસુરકુમારમાં પિતાના સ્થાનથી નીચે જવાનું સામર્થ્ય છે ખરું? ' મહાવીર : હે ગૌતમ! તેઓ પિતાના સ્થાનથી નીચે નરકની) સાતમી પૃથ્વી સુધી જઈ શકે, પરંતુ તેઓ ત્યાં સુધી ગયા નથી, જશે નહિ અને જતા પણ નથી. તેઓ માત્ર ત્રીજી પૃથ્વી સુધી જાય છે, ગયા છે અને જશે પણ ખરા. પિતાના જૂના શત્રુને દુઃખ દેવા અને પિતાના જૂના મિત્રને સુખી કરવા તે દેવે ત્રીજી પૃથ્વી સુધી ગયા છે. જાય છે તથા જશે.
તે પ્રમાણે પિતાના સ્થાનથી તિરછા લેકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર સુધી જવાની તેઓની શક્તિ છે, પરંતુ તેઓ અરિહંત ભગવંતના જન્મ-દીક્ષા-કેવળ-જ્ઞાનેત્પત્તિ અને પરિનિર્વાણના ઉત્સવે નિમિત્તે નંદીશ્વર દ્વીપ સુધી જ જાય છે, ગયા છે અને જશે.
પિતાના સ્થાનથી ઊંચે તેઓ અયુત ક૯૫ સુધી જઈ શકે છે. પરંતુ, તેઓ માત્ર સૌધર્મ કલ્પ સુધી જાય છે, ગયા છે અને જશે. પણ ભગવાને તેને સારું જાણું અનુમોદન પણ નથી કરતા. અને છત વ્યવહાર દેવોને છે.એટલે ના કહેવાથી તેઓને હર્ષ હણાય અને તેઓ તેમ . કરતા અટકશે પણ નહિ એમ માનીને શાશ્વત તેનો નિષેધ પણ કરતા નથી. પણ મૌન રહે છે.
“ મહી, જે રિઝાદ તુરી ફિ ”