________________
૪૮
શ્રી ભગવતી ઉપક્રમ
વર્ણનમાં આપેલી વિગતે, જેવી કે ભૂમિભાગમાં રહેલા તૃણ અને મણિએનાં પાંચ વર્ણ, સુરભિ, કેમળ સ્પર્શ, સારા શબ્દ, વાવ, વગેરેમાં અનુગત ઉત્પાતપર્વતાદિ, ઉત્પાતપર્વતાદિને આશ્રિત, લલિતાગૃહ અને શિલાપટ્ટકાદિનું વર્ણન સમજી લેવું-એમ ટીકાકાર કહે છે. ] તે કાળમાં ભારતવર્ષમાં તે તે દેશમાં કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂલે તથા (ત્યાંથી માંડીને) છ પ્રકારના માણસે હતા. (૧) પદ્મ સમાન ગંધવાળા, (૨) કસ્તુરી સમાન ગંધવાળા, (૩) મમત્વ વિનાના, ૪) તેજસ્વી અને રૂપાળા (૫) સહનશીલ તથા, (૬) ઉતાવળ વિનાના.
ગૌતમ હે ભગવન! તે એ પ્રમાણે છે. હે ભગવન ! તે એ પ્રમાણે છે.
(૨૨) પંચાસ્તિકાય ભગવતી -૨ ૯-૧૦ને અધિકાર ગૌતમ: હે ભગવન્! અસ્તિકા કેટલા છે?
મહાવીરઃ હે ગૌતમ! પાંચ છેઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય.
ગૌતમઃ હે ભગવન! ધર્માસ્તિકાયમાં કેટલા રંગ, ગંધ, રસ અને સ્પર્શ છે?
મહાવીરઃ હે ગૌતમ! ધર્માસ્તિકાય અરૂપી છે. તેથી તેમાં રંગ ગંધાદિ નથી. તે અરૂપી છે. અજીવ શાશ્વત અવસ્થિત લેકદ્રવ્ય છે. દ્રવ્યથી ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે. ક્ષેત્રથી તે લેકપ્રમાણ છે. કાળથી તે નિત્ય છે, ભ,ધા તે રંગ ગંધાદિ વિનાને છે, ગુણથી તે ગતિસહાય ગુણવાળે છે એ પ્રમાણે અધર્માસ્તિકાય સ્થિતિ સહાય ગુણવાળે છે. આકાશાસ્તિકાય તે કાલેક જેવડો છે. અને ગુણથી અન્ય દ્રવ્યને અવકાશ આપવારૂપ અવગાહના દાન ગુણવાળે છે.
ગૌતમ હે ભગવન ! જવાસ્તિકાય દેટલા રૂપ ગંધાદિવાળે છે?