________________
અધ્યાત્મ સાર
स्थिरीभूते ह्यस्मिन् विधुकिरणकर्पूरविमलायशश्रीः प्रौढा स्यान्जिनसमयतत्त्वस्थितिविदाम् ॥६॥
ભાવાર્થ–બુદ્ધિવાળા વિદ્વાન લેકે કહે છે કે, આ સંસારના સ્વરૂપનું જે ધ્યાન તે જગને અભયદાન રૂપ અને શમતાના સુખનું ભંડાર રૂપ છે. એ સ્વરૂપનું ધ્યાન જે સ્થિર થાય છે તે, જૈન સિદ્ધાંત અને જૈન તને જાણનારા લેકને ચંદ્રનાં કિરણે તથા કપુરના જેવા ઉજવલ યશની પ્રઢ શોભા પ્રાપ્ત થાય છે. ૨૬
વિશેષાર્થ–આ સંસારના સ્વરૂપનું ધ્યાન કરવાથી કેટલે લાભ થાય છે, તેને માટે ગ્રંથકાર આ કલેકથી દર્શાવે છે. વિદ્વાન પુરૂષ કહે છે કે, આ સંસારના સ્વરૂપનું ધ્યાન કરવું એ સર્વોત્તમ છે. તે ધ્યાન જગને અભય આપનારૂં છે. કહેવાનો આશય એ છે કે, જે પુરૂષે આ સંસારના સ્વરૂપનું ધ્યાન કરે છે, તેઓ અભયદાનનું સ્વરૂપ જાણે છે, અને તેથી તે આ જગતના જીવને અભયદાન આપવામાં તત્પર થાય છે. એથી તે ધ્યાનને અભયદાન રૂપ કહ્યું છે. વળી તે ધ્યાન શમસુખનું નિધાન–ભંડાર રૂપ છે, એટલે જેઓ આ સંસારના સ્વરૂપને સમજે છે, તેઓના હૃદયમાં શમતા આવે છે, અને શમતાનું નિરૂપાધિક સુખ તેમને પ્રાપ્ત થાય છે. તેથી એ ધ્યાન શમસુખના ભંડાર રૂપ છે.
કદિ એ સંસારના સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે, પણ જે તે ધ્યાન સ્થિર ન થાય તે તેનાથી ઉત્તમ લાભ મેળવી શકાતું નથી. તેથી કહેવામાં આવ્યું છે કે, તે ધ્યાન સ્થિર થવું જોઈએ. જ્યારે