________________
ભવ સ્વરૂપ, ચિંતા, આ સંસાર કપટ રચનાથી ભરેલું છે, તેમાં
વિવેકી પુરૂષ આસકત થતું નથી.
धनं मे गेंहं मे मम सुतकलत्रादिकमतो विपर्यासादासादितविततःखा अपि मुहुः। - जना यस्मिन् मिथ्यासुखमदभृतः कूटघटना मयोऽयं संसारस्तदिह न विवेकी प्रसरति ॥७॥
ભાવાર્થ–મારૂં ધન, મારૂં ઘર, મારા પુત્ર અને મારી સ્ત્રી વગેરે, એવા વિપર્યાસથી જેમણે વારંવાર વિસ્તારવાળાં દુઃખ પ્રાપ્ત કરેલાં છે, એવા લેકે પણ જે સંસારમાં મિથ્યા સુખના હર્ષને ધારણ કરનારા છે, એ આ કપટ રચનામય સંસાર છે, તેમાં વિવેકી પુરૂષ પ્રસરતું નથી. ૭ :
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેથી સંસારને એક બેટી કપટ રચના રૂપે વર્ણવે છે. જેમ કેઈ બેટી કપટી-કૃત્રિમ રચના કરી હોય, તેની અંદર લેકો છેતરાય છે, તેમ આ સંસાર એક કપટ રચના રૂપ છે. તેની અંદર લેકે વારંવાર ભુલાવાથી મેહ ધારણ કરી દુઃખી થાય છે. સંસારની કપટ રચનાને જોઈ લેકે કહે છે કે,
આ મારૂં ધન છે, આ મારું ઘર છે, આ મારા પુત્ર છે, અને આ મારી સ્ત્રી છે” આ પ્રમાણે મમતા રાખવાથી તેઓના દુઃખને વિસ્તાર થાય છે, તે છતાં તેઓ મિથ્યા સુખના હર્ષને ધારણ કરે છે. આવા કૂટ રચના રૂપ સંસારમાં વિવેકી પુરૂષ પ્રસરતું નથી. જે અવિવેકી છે, તેઓ જ તેમાં પ્રસરે છે. ૭