________________
અધ્યાત્મ સારે,
પુત્ર કુટુંબમાં એટલે બધા આસક્ત થઈ જાય છે કે, જે તેને ગળામાં પાશ રૂપ થઈ પડે છે. તેથી ગ્રંથકારે સ્ત્રી-પુત્રાદિને પાશનું રૂપક યથાર્થ આપ્યું છે. સંસારી પ્રાણુઓને વિષયે એટલા બધા ખેંચે છે, કે, જે ઊપરથી ગ્રંથકારે તેને ઘાતકી નરની ઊપમા આપી છે. કુટુંબના મેહમાં લાચાર બની ગયેલાં પ્રાણુઓને પ્રકૃતિથી કપણ કહેલા છે, તેથી આ સંસાર ખરેખર એક ભયંકર કસાઇનું
સ્થાન છે. અને તે ઊપમા પૂર્ણ રીતે ઘટાવી છે. તેથી સર્વ ભવી જીએ આ સંસારને એક કસાઈનું સ્થાન જાણું તેમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે જોઈએ, એ ગ્રંથકારને આશય છે. ૪
આ સંસાર રૂપી રાક્ષસ વિશ્વાસ કરવા યોગ્ય નથી.
अविद्यायां रात्रौ चरति वहते मूर्ध्नि विषमं कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गले । महादोषान् दंतान प्रकटयति वक्रस्मरमुखो न विश्वासार्होऽयं नवति नवनक्तंचर इति ॥५॥ .
ભાવાર્થ–જે આ સંસાર રૂપી રાક્ષસ અવિદ્યા રૂપી રાત્રિમાં વિચરે છે, મસ્તક ઉપર વિષમ એવા કષાય રૂપ સર્પોના સમૂહને વહન કરે છે, ગળામાં વિષય રૂપી અસ્થિઓને નાંખે છે, અને વક મુખે હસતો મહા દેષ રૂપી દાંત પ્રગટ રીતે દેખાડે છે, તે આ સંસારરૂપી રાક્ષસ વિશ્વાસ કરવાને ગ્ય નથી. ૫
વિશેષાથ–આ શ્લોકથી ગ્રંથકાર આ સંસારને એક રાક્ષ સનું રૂપક આપે છે. ભયંકર રાક્ષસ રાત્રે ફરે છે. માથા ઉપર