________________
અધ્યાત્મ સાર
ભાવાર્થ-રતિ-વિષયક સંતાપથી ચપળ એવી પ્રિયાની રૂપી જવાલા જેમાંથી નીકળે છે, કમળ દળના જેવી સયામ કાંતિવાળ કટાક્ષ રૂપી ધૂમાડાના જથ્થા જેમાંથી પ્રગટ થાય છે. અને ઘણા વિકારને કરનારા વિષયે રૂપી અંગારા જ્યાં અને બાળે છે, એવા સંસાર રૂપી અગ્નિમાં સુખ ક્યાં સુલભ છે? ૩
વિશેષાર્થ—ગ્રંથકાર આ શ્લેકથી સંસારને અગ્નિનું રૂપ આપી વર્ણવે છે. જેમ અગ્નિમાંથી જવલા નીકળે છે, ધૂમાડાના જથ્થા પ્રગટ થાય છે, અને અંગારા પડે છે, તેવી રીતે આ સંસા૨ એક અનિરૂપ છે. પિયા–સ્ત્રીરૂપી જવાલા એ સંસારરૂપી અગ્નિ માંથી પ્રગટ થાય છે. પ્રિયાને જવાલાની ઉપમા આપવાનું કારણ એ છે કે, જવાલામાં હમેશાં તાપ રહેલ છે, તે તે પ્રિયારૂપી જવેલામાં રતિ–સંગ રૂપી તાપ રહે છે. વિષય સેવ એ કાયા નિનું પરિણામ છે, તેથી તેમાં તાપ થવા સંભવ છે. વળી તે સંસારરૂપી અગ્નિમાંથી સ્ત્રીના કટાક્ષારૂપી ધૂમાડાના જથ્થા પ્રગટ થાય છે. અગ્નિના ધૂમાડા શ્યામ હોવાથી ગ્રંથકાર કટાક્ષની સાથે સરખાવ્યા છે, કારણ કે, કમળના પત્ર જેવાં નેત્રનાં કટશે શયામ છે. એટલે સંસારમાં સ્ત્રી સાથે રહેવાનું છે, અને તે સ્ત્રી પિતાનાં કટાક્ષથી પુરૂષને મોહિત કરે છે. જેમ ધૂમાડાથી માણસ મહિતમુંઝાઈ જાય છે, તેમ કટાક્ષથી પુરૂષે મુંઝાઈ જાય છે તેથી કટાક્ષને ધૂમાડાની ઉપમા બરાબર ઘટે છે. તે સંસારરૂપી અગ્નિમાં વિષયવિકારરૂપ અંગારાઓ રહેલા છે. જેમ અગ્નિના તીવ્ર અંગારા તરત બુઝાઈ જતા નથી, તેમ વિષય વિકારે તરત શાંત થતા નથી, તે ઘણી વાર જાગ્રત રહ્યા કરે છે. તે ઉપરથી તેમને અંગારાની ઉપમા આપી છે. તેઓ અંગારાની જેમ અંગને બાળે છે, અર્થાત