________________
ભવ સ્વરૂપ ચિતા. પર્વતના શિખર ઉપરથી જુદા થયેલા પાણે પડી રહ્યા છે અને એક તરફ વિકૃતિ (વિકાર) રૂપી નદીના સંગમથી કૈધ રૂપી ચકરીઓ થયા કરે છે, તેવા આ સંસાર રૂપ સમુદ્રમાં કોને ભય ન થાય? ૨
વિશેષાર્થ–ગ્રંથકાર આ લેકથી સંસાર સમુદ્રનું ભયંકર વરૂપ વર્ણવે છે. જેમાં સમુદ્રની અંદર વડવાનળ સળગે છે, અંદર આવેલા પર્વતના શિખરમાંથી પાષાણે પડે છે, અને તેની સાથે મળતી નદીઓના જળની ચકી થાય છે, તેવી રીતે આ સંસાર રૂપ સમુદ્રમાં કામદેવ રૂવી વડવાનળ સળગે છે, વિષય રૂપી પર્વતના શિખરમાંથી પાષાણે પડે છે, અને વિકૃતિ રૂપ નદીઓના જળની ચકીઓ ઉત્પન્ન થાય છે, તેથી તે સંસાર સમુદ્ર અતિ ભયંકર છે. કહેવાને આશય એ છે કે, સંસારની અંદર રહેલા પ્રાણીઓને કામદેવ બાળે છે, તેમને વિષયે પીડે છે, અને વિકારેનાં વમળે દુઃખ આપે છે. તેવા સંસારમાંથી મુક્ત થવાને પ્રયત્ન કરે એગ્ય છે. ગ્રંથકારે સંસારને સમુદ્રનું રૂપક આપી તેના ભયંકર સ્વરૂપનું વર્ણન કરેલું છે. ૨
સંસારને અગ્નિનું રૂપક આપી વર્ણન કરે છે.
मियाज्वाला यत्रोफमति रतिसंतापतरला कटाक्षान् धूमौघान् कुवलयदलश्यामलरुचीन् । अथांगान्यंगाराः कृतबहुविकाराच विषया दहंत्यस्मिन् कन्हौ भक्क्युषि शर्मक समभम् ॥३॥