________________
સજજન સ્તુત્યધિકાર. ૬૪. ગ્રંથકાર પોતાના ગુરૂની પ્રશંસા કરે છે. यत्कीर्तिस्फूर्तिगानावहितसुरवधूढ़दकोलाहलेन। प्रक्षुब्धस्वर्गसेतो पतितजलभरैः कालितः शैत्यमेति । अश्रांतघ्रांतकांतग्रहणमुकिरणैस्तापवान् स्वर्णशैलो ब्राजते ते मुनींना नयविजय बुधाः सजनवातधुर्याः ॥१५॥
ભાવાર્થ-અશ્રાંતપણે ભમેલા સૂર્ય તથા ગ્રહોના કિરવડે તપી ગયેલ મેરૂ પર્વત જેમની કીર્તિના પુરણના ગાનમાં તત્પર એવી દેવીઓના વંદના કોલાહલવડે ક્ષેભ પામેલ સ્વર્ગની ગંગાના પડી ગયેલા જળના બારવડે ધોવાઈને શીતળ થાય છે, તે સજજનેના સમૂહમાં અગ્રેસર એવા નયવિજય મુની પ્રકાશે છે. ૧૫
વિશેષાર્થ–આ ગ્રંથથી ગ્રંથકાર શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પિતાના ગુરૂ શ્રી નયવિજયજીની પ્રશંસા કરે છે. મુનીદ્ર નયવિજયજી એવા શેભે છે કે, જેમની કીર્તિને દેવતાઓની સ્ત્રીઓ ઊંચે સ્વરે ગાય છે, તે ગાયનને એટલે બધા કે લાહલ થાય છે કે, જેથી સ્વર્ગની ગંગા ક્ષેભ પામે છે, અને તેમાંથી જળની ધારાઓ પડે છે, તે પડવાથી સૂર્ય તથા ગ્રહનાં કિરણેથી તપી ગયેલ મેરૂપર્વત શીતળ થઈ જાય છે. અર્થાત્ તે ગુરૂની એવી ભારે કીર્તિ છે. ૧૫
આ અધ્યાત્મસાર પ્રકરણ સજ્જનેને
આનંદકારક થાઓ. चक्रे प्रकरणमेतत्तत्पदसेवापरो यशोविजयः । अध्यात्मधृतरुचीनामिदमानंदावहं भवतु ॥ १६ ॥