________________
૬૯
, અધ્યાત્મ સાર.
' વિશેષાર્થ-જે પુરૂષે કાચ અને ઇંદ્રનીલમણીને સરખા ગણે છે, અને તેમનામાં કાંઈ ભેદ જાણતા નથી, તેવા અલ્પબુદ્ધિ વાળા પુરૂષને કવિઓની ગુપ્ત કૃતિ હર્ષકારક થતી નથી. અને જેઓ અવિષમ-સરખી વસ્તુઓમાં રેખા અને ઉપરેખાના અંશથી વિશેષ જાણે છે, એટલે કાવ્યની વસ્તુને યથાર્થ ઓળખી શકે છે, તેવા સપુરૂષને તે આવા ગ્રંથને જોઈ મહાન ઉત્સવ થયા વિના રહેતું નથી.૬ અધ્યાત્મ પદાર્થની ઘટના પંડિતોની જેમ અલ્પ
બુદ્ધિવાળાઓને ચમત્કારી લાગતી નથી. पूर्णाध्यात्मपदार्थसार्थघटना चेतश्चमत्कारिणी 'मोहच्छन्नदशां भवेत्तनुधियां नो पंडितानामिव । काकुव्याकुलकामगवेगहनप्रोदामवाक्चातुर। कामिन्याः प्रसभं प्रमोदयति न ग्राम्यान विदग्धानिव ॥७॥
ભાવાર્થ–પૂર્ણ અધ્યાત્મના પદાર્થના સમૂહની ઘટના પંડિતેને જેમ ચિત્તને ચમત્કાર કરનારી થાય છે તેમ મેહથી આચ્છાદિત દ્રષ્ટિવાળા અલ્પમતિ પુરૂને થતી નથી. કામિની સી ના કાકુસ્વરથી વ્યાકુળ અને કામદેવને ગહન રીતે જાગ્રત કરનારી વાણીની ચાતુરી ચતુર પુરૂષોને જેવી હર્ષકારક થાય છે તેવી ગામડીયા લેકને હર્ષકારક થતી નથી. ૭
વિશેષાર્થ પુર્ણ અધ્યાત્મના પદાર્થની ઘટના જેવી રીતે પંડિત પુરૂષના હૃદયને ચમત્કાર આપે છે, તેવી રીતે મેહથી