________________
અનુભવાધિકાર.
૨૫ કેવા પુરૂષો જ્ઞાની કહેવાતા નથી? ये त्वनुभवाविनिश्चितमार्गाचारित्रपरिणतिभ्रष्टाः । बाह्य क्रियया चरणानिमानिनो ज्ञानिनोऽपि न ते ॥३॥
ભાવાર્થ-જેઓને અનુભવના માર્ગને નિશ્ચય નથી, જેઓ ચારિત્રની પરિણતિથી ભ્રષ્ટ થયેલા છે, અને જેઓ બાહરની ક્રિયા . વડે ચરણ-ચારિત્રના અભિમાની છે તેઓ જ્ઞાની કહેવાતા નથી. ૩૫
વિશેષાર્થ–જેઓને અનુભવના માર્ગને નિશ્ચય નથી. એટલે જેઓને નિશ્ચય પૂર્વક અનુભવ થયે નથી, જેઓ ચારિત્રની પરિણતિથી ભ્રષ્ટ થયેલા છે, એટલે જેમનામાં ચારિત્રનાં પરિણામ નથી, અને જેઓ બાહરની ક્રિયા વડે ચરણ–ચારિત્રના અભિ'માની છે, એટલે જેઓ માત્ર બહેરની ક્રિયા કરી, ચારિત્રનું અભિમાન રાખે છે, તેવા પુરૂષ જ્ઞાની કહેવાતા નથી. ૩૫
શ્રદ્ધા વિના કાંઈ પ્રમાણુ નથી. लोकेषु बहिर्बुधिषु विपणिकानां बहिः क्रियासु रतिः। श्रद्धां विना न चैताः सतां प्रमाणं यतोऽनिहितम् ॥३६॥
ભાવાર્થ–બહિર્બદ્વિવાળા લોકોને વિષે વેપારીના જેવી જાહેરન ક્યિા દેખી તેમાં પ્રીતિ થાય છે, પણ શ્રદ્ધા વિના એ બાહરની ક્યિા સત્યરૂષને પ્રમાણભૂત થતી નથી, એમ કહેવું છે. ૩૬
૪૦