________________
અધ્યાત્મસાર,
પ્રસિદ્ધિના અથી એવા પુરૂષને હિતકારી નથી, તેથી તે ઊપકમ જૈન મતમાં રહેલ નથી. ૮ ' વિશેષાર્થ—અન્યદર્શનીઓ બીજાના મત ઉપર આક્ષેપ કર્યા વિના પિતાને મત સાધ્ય કરી શક્તા નથી. અને બીજાના મત પ્રત્યે આક્ષેપ કરવાથી તેમના ચિત્તમાં કષાયને ઊદય થયા વિના રહેતે નથી. તેથી આ ઊપકમ નિર્ધન પુરૂષના ભંડારને લેવા તૈયાર થચેલા વેતાળના જેવું છે. અર્થાત્ તે નકામે છે. તે ઊપકમ જૈન મતમાં છે જ નહીં. કારણ કે, તત્વની સિદ્ધિના અથી એવા પુરૂને તે હિતકારી નથી. ૮ જિનેન્દ્રના આગમમાં લીન થયેલું ચિત્ત બીજા મતની
વાર્તાઓમાં પ્રવર્તતું નથી. वार्ताः संति सहस्रशः प्रतिमतं ज्ञानांशबंधक्रमा श्वेतस्तासु ततः प्रयाति न तमां लीनं जिनेंद्रागमे । नोत्सर्पति लताः कति प्रतिदिशं पुष्पैः पवित्रा मघौ तान्यो नैति रति रसालकलिकारक्तस्तु पुस्कोकिनः ॥५॥
ભાવાર્થ પ્રત્યેક મતમાં જ્ઞાનના અંશના બંધના દમવાળી હજારે વાર્તાઓ છે, પણ જિતેંદ્રના આગમમાં લીન થયેલું ચિત્ત તેની અંદર જતું નથી. વસંતરૂતુમાં પુષ્પથી પવિત્ર એવી કેટલી એક લતાઓ પ્રત્યેક દિશામાં પ્રસરે છે, પણ આમ્રકલિની અંદર રકત થયેલે પ્રઢ કોકિલ તે લતાઓમાં પ્રીતિ કરતે નથી. .