________________
આત્મનિશ્ચયાધિકાર
૫૯૧ વિશેષાર્થ–જે પુરૂષ વ્યવહાર નયમાં કુશલ નથી, છતાં નિશ્ચય નય જાણવાની ઈચ્છા કરે છે, તે પુરૂષ સરેવરને તરવા અશકત છે છતાં સમુદ્રને તરવાની ઈચ્છા કરે છે. અર્થાત્ વ્યવહાર નય જાણ્યા વિના નિશ્ચયનય જાણવાની ઈચ્છા કરવી તે તદ્દન અનુપયોગી છે. વ્યવહાર વિના નિશ્ચયનું જ્ઞાન કદિ પણ પ્રાપ્ત થતું નથી. ૧૯૪ હવે ઉપસંહાર કરી, પરમ સમતાની પ્રાપ્તિ કહે છે. व्यवहारं विनिश्चित्य ततः शुफनयाश्रितः ।
आत्मज्ञानरतो नूत्वा परमं साम्यमाश्रयेत् ॥ १९५ ॥ ભાવાર્થ-વ્યવહાર નયને નિશ્ચય કર્યા પછી શુદ્ધ નયને આશ્રિત થયેલા પુરૂષે આત્મજ્ઞાનને વિષે તત્પર થઈ, પરમ સમતાને આશ્રય કરે. ૧લ્પ
વિશેષાર્થ–પ્રથમ વ્યવહાર નયને નિશ્ચય કરે. તે પછી શુદ્ધ નયને આશ્રય કરે. જયારે શુદ્ધ નયને આશ્રય થાય, એટલે તેનામાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી આત્મજ્ઞાનમાં તત્પર એવા તે પુરૂષે પરમ સમતાને આશ્રય કરે. કહેવાને આ શય એ છે કે, વ્યવહાર નય જાણ્યા પછી શુદ્ધ નયનું જ્ઞાન થાય છે, અને તે પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી, પરમ સમતા મેળવી શકાય છે. ૧૫.
इति अष्टादश आत्मनिश्चयाधिकारः।